મોટી કાર્રવાઈઃ અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ, જાણો શું છે કારણ

23 February, 2019 08:18 AM IST  |  શ્રીનગર

મોટી કાર્રવાઈઃ અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ, જાણો શું છે કારણ

યાસીન મલિકની કરવામાં આવી ધરપકડ

JKLFના ચેરમેન યાસીન મલિકની પોલીસે શુક્રવારે ધરપકડ કરવામાં આવી છે. શ્રીનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે સુરક્ષાની વ્યવસ્થા કરી છે. પોલીસે યાસીન મલિકને હાલ કોઠીબાગ પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે.

જાણકારી અનુસાર આર્ટિકલ 35-એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવાની છે. એવામાં પોલીસને આશંકા છે કે અલગતાવાદીઓ પુલવામા હુમલા બાદ દેશભરમાં ઉભી થયેલી સ્થિતિને જોતા કશ્મીરના માહોલને ખરાબ કરી શકે છે. જો કે, અન્ય કોઈ નેતાની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ નથી. પુલવામા હુમલાના એક અઠવાડિયા બાદ આ કાર્રવાઈ કરવામાં આવી છે. જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.

અલગતાવાદી નેતાઓની સુરક્ષા લેવામાં આવી હતી પાછી

પુલવામા હુમલા બાદ સરકારે અલગતાવાદી નેતાઓની સામે કડક પગલા લીધા હતા. આ દરમિયાન ઘાટીના 18 હુર્રિયત નેતાઓ અને 160 રાજનીતિજ્ઞોની સુરક્ષા પાછી લેવામાં આવી હતી. જેમાં ગિલાની, અગા સૈયદ મૌસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. તેમની સુરક્ષામાં 100થી વધુ ગાડીઓની સાથે એક હજાર પોલીસકર્મીઓ તહેનાત હતા.

jammu and kashmir pulwama district terror attack srinagar