Video: જ્યારે 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીએ લગાવ્યું ઝાડૂ....

13 July, 2019 12:36 PM IST  |  નવી દિલ્હી

Video: જ્યારે 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીએ લગાવ્યું ઝાડૂ....

જ્યારે 'ડ્રીમ ગર્લ' હેમા માલિનીએ લગાવ્યું ઝાડૂ....

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સંસદ ભવનના પરિસરમાં ઝાડૂ લગાવ્યું. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અનેક મોટા નેતાઓ અને સાંસદો હાથમાં ઝાડૂ લઈને સંસદ ભવનના પરિસરમાં પહોંચ્યા. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને હેમા માલિની સહિતના ભાજપના કેટલાક સાંસદોએ 'સ્વચ્છ ભારત અભિયાન'માં ભાગ લીધો અને સંસદના પરિસરમાં ઝાડૂ લગાવ્યું.


સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત 2014માં કરવામાં આવી હતી. ભારત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બે ઓક્ટોબર 2019 સુધીમાં દેશે ખુલ્લામાં શૌચથી મુક્ત કરવાનો છે. શુક્રવારે લોકસભા સચિવાલયે જાણકારી આપી હતી કે લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાર બિરલા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો સાથે શનિવારે સંસદ ભવનમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ જાણો ઐશ્વર્યા મજમુદારના મનના માણીગર 'મુલ્કરાજ'ને

આ મામલે ભાજપના સાંસદ હેમા માલિનીએ કહ્યું કે, 'આ ખૂબ જ સરાહનીય છે કે મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર સંસદ પરિસરમાં સ્વચ્છ ભારત અભિયાનને પૂર્ણ કરવા માટે લોકસભા અધ્યક્ષે પહેલ કરી છે. હું આવતા અઠવાડિયે મથુરા પાછી જાઈશ અને ત્યાં આ અભિયાનને આગળ વધારીશ.'

hema malini anurag thakur national news