School Bomb Threat: અમદાવાદ, નોએડાની જાણીતી સ્કૂલોને બૉમ્બથી ઉડાડવાની ધમકી- બાળકો અને વાલીઓમાં ભય

23 January, 2026 02:41 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

School Bomb Threat: આજે સવારે નોએડાની અમૂક પ્રાઇવેટ સ્કૂલોને ઈ-મેલ મળ્યો હતો. આ બાબતેની પોલીસને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસ વહીવટીતંત્રે ઉચ્ચ અધિકારીઓની સૂચના પર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી

પ્રતીકાત્મક તસવીર

અવારનવાર સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ (School Bomb Threat) મળતી રહેતી હોય છે. આજે ફરી એકવાર દિલ્હી પાસેના નોએડા અને ગુજરાતના અમદાવાદની અનેક શાળાઓને ઈ-મેલ દ્વારા બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ મેઇલ આવ્યા પછી તાત્કાલિક જે તે વિસ્તારમાં હડકંપ મચી ગયો કહએ અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે સવારે નોએડાની અમૂક પ્રાઇવેટ સ્કૂલોને ઈ-મેલ (School Bomb Threat) મળ્યો હતો. આ બાબતેની પોલીસને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસ વહીવટીતંત્રે ઉચ્ચ અધિકારીઓની સૂચના પર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમોએ બૉમ્બ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમો સાથે મળીને સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈ અણબનાવ ન બની જાય તે માટે સ્કૂલપરિસરમાં મોત પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને વહેલી તકે સ્કૂલોમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. સ્કૂલ પ્રશાસને વિદ્યાર્થીઓને નિર્ધારિત ડ્રોપ-ઓફ પોઇન્ટ પર મૂકી દીધા હતા ત્યાંથી બસોની વ્યવસ્થા કરી હતી અને વાલીઓને તેમના બાળકોને ઘરે લઈ જવા કહ્યું હતું. 

કઈ કઈ સ્કૂલોને મળ્યો બૉમ્બનો ઈમેઈલ?

તમને જણાવી દઈએ કે નોએડાના સેક્ટર ૬૨માં આવેલી ફાધર ઍન્ગલ સ્કૂલને બૉમ્બનો ઇમેલ મળ્યો હતો. નોએડાની શિવ નાદર સ્કૂલ પર પણ આવો જ મેઇલ આવ્યો હતો. આ સાથે જ અમદાવાદની સંત કબીર અને સેંટ ઝેવિયર્સ સહિતની કેટલીક પ્રાઇવેટ સ્કૂલોને શુક્રવારે સવારે બૉમ્બની ધમકીના (School Bomb Threat) ઈ-મેલ મળ્યા હતા.

જોકે હાલમાં પોલીસ અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી હતી કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, સ્કૂલોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવામાં આવેલ છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે કોઈએ પણ કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવું નહીં.

બાળકોમાં ભયનો માહોલ

આમ તો આ કંઇ પહેલીવારનું નથી જ. આ પહેલાં પણ અમદાવાદ સહિતની અનેક સ્કૂલોને આવી રીતે બૉમ્બથી ઉડાડી નાખવાની ધમકી આપવામાં આવી હોય. મોટેભાગે તો આ પ્રકારના મેઇલ ખોટા હોય છે. છતાં પણ પોલીસ ગફલતમાં રહી ન શકે. સ્કૂલના બાળકો ખૂબ જ ગભરાઈ ગયા (School Bomb Threat) હતા. વાલીઓને પણ આ ખબર મળતા જ તેઓ ચિંતાતુર થઈ ગયા હતા અને બાળકોને લેવા માટે સ્કૂલમાં દોડી ગયા હતાં. 

દિલ્હીથી પૂણે જનારી ઇન્ડિગો ફ્લાઇટ 6E-2608ને ગુરુવારે સાંજે એરપોર્ટ પર પહોંચતા જ બૉમ્બની ધમકી મળી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. વિમાન રાત્રે 8:40 વાગ્યે આવવાનું હતું પરંતુ તે રાત્રે 9:24 વાગ્યે લેન્ડ થયું હતું અને રાત્રે 9:27 વાગ્યે બે નંબર ત્રણ પર પાર્ક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) એ બૉમ્બની ધમકી (School Bomb Threat) વિશે એપ્રન કંટ્રોલને જાણ કરી હતી.

national news india delhi news new delhi noida ahmedabad bomb threat gujarat police delhi police