સીબીઆઇ ડાયરેક્ટર, દિલ્હી પોલીસ અને આઇબીને સુપ્રીમનાં સમન્સ

25 April, 2019 08:16 AM IST  |  દિલ્હી

સીબીઆઇ ડાયરેક્ટર, દિલ્હી પોલીસ અને આઇબીને સુપ્રીમનાં સમન્સ

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર લાગેલા યૌન શોષણના આરોપોને લઈને બુધવારે સુપ્રીમ ર્કોટની સ્પેશ્યલ બૅન્ચે સુનાવણી કરી હતી. જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બૅન્ચે આરોપ લગાડનારી મહિલાને નોટિસ જાહેર કરી ૨૬ એપ્રિલે હાજર થવાના આદેશ આપ્યા છે. સીજીઆઇ વિરુદ્ધ ષડ્યંત્રનો દાવો કરનાર વકીલ ઉત્સવ બેન્સે સીલબંધ કવરમાં પુરાવાઓ ર્કોટમાં રજૂ કર્યા હતા જેમાં કેટલાંક સીસીટીવી ફુટેજ સામેલ છે.

વકીલ ઉત્સવ બેન્સે કહ્યું હતું કે સીજેઆઇ વિરુદ્ધ સૌથી મોટું ષડ્યંત્ર રચાયું જેમાં મોટા કૉર્પોરેટ હાઉસનો હાથ છે. વકીલે તપાસ એજન્સીઓના પ્રમુખને મળવાની માગ કરી છે. બૅન્ચે દસ્તાવેજ જોયા બાદ એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલને કહ્યું કે ‘શું તમે કોઈ જવાબદાર તપાસ અધિકારીને ચેમ્બરમાં બોલાવશો. જો મામલો યોગ્ય છે તો ઘણો જ ગંભીર છે. ઉત્સવની સુરક્ષા યથાવત્ રાખવામાં આવે.

સુપ્રીમ ર્કોટે બુધવારે સીબીઆઇના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશનર અને ઇન્ટેલિજન્સ બ્યુરો ચીફને સમન્સ પાઠવ્યાં છે. ર્કોટે આ સમન્સ ન્યાયિક ભ્રક્ટાચારના મુદ્દાઓની તપાસ કરવા અને યૌન ઉત્પીડન મામલામાં ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને દોષી ઠેરવવાના કથિત પ્રયાસોને લઈને મોકલ્યા છે.

જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની બૅન્ચે ત્રણેય સંસ્થાઓના પ્રમુખોને બપોરે ૧૨.૩૦ વાગ્યે બોલાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું કે તેમની સાથે ચર્ચા-વિચારણા જજોની ચેમ્બરની અંદર થઈ. આ મામલામાં આગળની વાતચીત માટે આ બૅન્ચ બપોરે ત્રણ વાગ્યે ફરી બેઠી હતી જેની વધુ સુનાવણી આજે કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ ર્કોટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનના આરોપોની તપાસ માટે ર્કોટે ત્રણ જજોની એક આંતરિક તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ર્કોટના ત્રણ સિટિંગ જજ - જસ્ટિસ એસ. એ. બોબડે, એન. વી. રમન અને જસ્ટિસ ઇન્દિરા બૅનરજી સામેલ છે. ગોગોઈ બાદ બોબડે જ સૌથી સિનિયર જજ છે.

આ તપાસ શુક્રવારથી શરૂ થશે અને તે ન્યાયિક નહીં, પરંતુ એક વિભાગીય તપાસ જ છે. આ મામલામાં ર્કોટે વકીલ ઉત્સવ બેન્સને નોટિસ જાહેર કરી છે. ઉત્સવે આરોપ લગાવ્યો હતો કે તેમને સીજેઆઇની વિરુદ્ધ ખોટા આરોપ લગાવવા માટે લાંચની રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Video:જો ચૂકી ગયા હો તો અહીં જુઓ અક્ષયકુમારે લીધેલો PM મોદીનો ઈન્ટરવ્યુ

નોંધનીય છે કે ર્કોટે ઉત્સવ બેન્સ નામના વકીલને બુધવારે ખાનગી રીતે રજૂ થવાનો નર્દિેશ આપ્યો હતો. મૂળે, બેન્સે દાવો કર્યો હતો કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને મોટા કાવતરા હેઠળ યૌન શોષણ કેસમાં ફસાવવામાં આવ્યા છે. બેન્સનો આરોપ છે કે આ મામલામાં જેટ ઍરવેઝના સંસ્થાપક નરેશ ગોયલનો હાથ હોઈ શકે છે. જસ્ટિસ અરુણ મિશ્રાની નેતૃત્વવાળી સુપ્રીમ ર્કોટની ત્રણ સભ્યોની બૅન્ચે બેન્સને નોટિસ જાહેર કરી કહ્યું કે તેઓ ર્કોટમાં હાજર થઈને પોતાના દાવાઓના પક્ષમાં પુરાવા રજૂ કરે.

ઍડ્વોકેટ ઉત્સવ બેન્સ દ્વારા ર્કોટને આપવામાં આવેલી ઍફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે સૂત્રો મુજબ ચીફ જસ્ટિસ પર યૌન શોષણનો આરોપ લગાવવામાં દિલ્હીના એક ફિક્સર રોમેશ શર્માનો હાથ હતો જેથી ચીફ જસ્ટિસને રાજીનામું આપવા માટે મજબૂર કરી શકાય.

national news supreme court central bureau of investigation