આતંકવાદ સામેની લડાઈમાં સઊદી અરબ ભારતની સાથેઃ સઊદી ક્રાઉન પ્રિન્સ

20 February, 2019 02:12 PM IST  |  નવી દિલ્હી

આતંકવાદ સામેની લડાઈમાં સઊદી અરબ ભારતની સાથેઃ સઊદી ક્રાઉન પ્રિન્સ

સઊદીના પ્રિન્સનું ભારતમાં કરવામાં આવ્યું સ્વાગત(તસવીર સૌજન્યઃ ANI)

દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને સઊદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની મહત્વની બેઠક થઈ. બે દિવસ માટે ભારતની યાત્રા પર આવેલા સઊદી અરબના ભાવિ રાજાની આ મુલાકાત પુલવામા હુમલા બાદ ખૂબ જ મહત્વની છે. બેઠક બાદ વડાપ્રધાન મોદી અને સઊદીના ક્રાઈન પ્રિન્સ સંબોધન કર્યું. જેમાં તેમણે કહ્યું કે સઊદી અરબ ભારતને આતંકવાદ સામે લડવામાં તમામ રીતે મદદ કરશે. હવે સમય આવી ગયો છે કે આતંકવાદને શરણ આપનાર પર અંતરરાષ્ટ્રીય કક્ષાએ દબાણ વધારવામાં આવે.

ભારત પહોંચેલા સઊદીના ક્રાઉન પ્રિન્સનું ખૂબ જ ઉમળકા અને રાજકીય માન સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદી તેમને ગળે મળ્યા. જેનાથી ગદગદ થઈ સઊદીના પ્રિન્સે કહ્યું વડાપ્રધાન મોદી મારા મોટા ભાઈ જેવા છે, અને હું તેમનો નાનો ભાઈ. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત દરમિયાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે, 'હું ઈચ્છું છું કે ભારત અને સઊદી અરેબિયાના સંબંધો આવી જ રીતે આગળ વધતા રહે.'

કોણ છે મોહમ્મદ બિન સલમાન?
33 વર્ષીય મોહમ્મદ બિન સલમાન સઊદી અરબના ક્રાઉન પ્રિન્સ અને ભાવી શાસક છે. તેની છબિ વિરોધાભાસી છે. એક તરફ તેમના વિવાદિત નિર્ણયોના કારણે તેમની છબિ તાનાશાહ તેવી છે, તો બીજી તરફ સઊદી અરબ માટે તેમણે લીધેલા કેટલાક નિર્ણયો તેમની ઉદારવાદી છબિને પ્રસ્તુત કરે છે. અને આ તમામ વચ્ચે સૌથી વધુ ચર્ચા તેમનો શોખની રહે છે. પિતાના રાજા બનતા મોહમ્મદ બિન સલમાન ચર્ચામાં આવ્યા હતા. તેમના કાકાના દીકરા મોહમ્મદ બિન નઈફની જગ્યાએ તેમને ક્રાઉન પ્રિન્સ બનાવવામાં આવ્યા હતા. પહેલા મોહમ્મદ બિન નઈફ જ ક્રાઉન પ્રિન્સ હતા.

મોહમ્મદ બિન સલમાન પિતાના વિશેષ સલાહકાર પણ રહી ચુક્યા છે. જાન્યુઆરી 2015માં તેમને રક્ષામંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે યમન પર હુમલો કર્યો હતો.

મોહમ્મદ બિન સલમાન પર પોતાના જ દેશના પત્રકાર જમાલ ખશોગીની ક્રૂર રીતે હત્યા કરવાનો આરોપ પણ લાગી રહ્યો છે. જે બાદ તેઓ વિવાદમાં આવ્યા છે.

narendra modi saudi arabia national news new delhi