સંસદમાં સીટ બદલાવવા પર ભડક્યા સંજય રાઉત, વૈંકેયા નાયડૂને લખ્યો પત્ર

20 November, 2019 06:47 PM IST  |  Mumbai Desk

સંસદમાં સીટ બદલાવવા પર ભડક્યા સંજય રાઉત, વૈંકેયા નાયડૂને લખ્યો પત્ર

શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં પોતાની જગ્યા બદલાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સંજય રાઉતે રાજ્યસભાના ચેરમેન એમ વૈંકેયા નાયડૂને પત્ર લખીને કહ્યું કે આ નિર્ણય જાણીજોઇને શિવસેનાની ભાવનાઓને ઇજા પહોંચાડવા અને પાર્ટીનો અવાજ દબાવવા માટે લેવામાં આવ્યો છે.

સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે હું આ બિનજરૂરી રીતે ઉઠાવેલા આ પગલાના કારણને સમજી નથી શકતો કારણ કે એનડીએથી અલગ થવાને લઈને કોઇપણ ઔપચારિક જાહેરાત નથી કરી. આ નિર્ણયે સદનની ગરિમાને પ્રભાવિત કર્યો છે. હું પ્રાર્થના કરું છું કે મને પહેલી, બીજી કે ત્રીજી પંક્તિની સીટ આપવામાં આવે અને સદનની શિષ્ટતા પણ કાયમ રાકી શકાય.

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

સંજય રાઉતે સંસદથી બહાર કહ્યું કે મહારાષ્ટ્રમાં જલ્દી સરકાર બનવાની છે. તો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે નવી-નવી પદ્ધતિઓ લોકોને લલચાવવાના પ્રયત્નો કરે છે, તો આને બરતરફકરતાં રાઉતે કહ્યું કે તે ષડયંત્ર રચી રહ્યા છે, જે શિવસેનાની સરકાર બનતાં નથી જોવા માગતા. આ પૂછવા પર કે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે? રાઉતે કહ્યું, "ખેડૂતોની ભલાઈ માટે તે કોઈની પણ સાથે જઈને મળી શકે છે."

shiv sena national news sanjay raut venkaiah naidu