અમેરિકામાં સુદર્શન પટનાયકને મળ્યો People's Choice Award

28 July, 2019 05:44 PM IST  |  ન્યૂયૉર્ક

અમેરિકામાં સુદર્શન પટનાયકને મળ્યો People's Choice Award

અમેરિકામાં સુદર્શન પટનાયકને મળ્યો People's Choice Award


રેતી પર કલાકૃતિઓ બનાવતા જાણીતા ભારતીય કલાકાર સુદર્શન પટનાયકને અમેરિકામાં People's Choice Award આપવામાં આવ્યો છે. બોસ્ટનમાં આયોજિત 16માં રેવરે બીચ ઈન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પટિંગ ફેસ્ટમાં પોતાની કળા પ્રદર્શિત કરવા માટે પટનાયક સહિત દુનિયાભરમાં 15 કલાકારોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં પટનાયક આખા એશિયાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

પદ્મશ્રીથી સન્માનિત ઓરિસ્સાના રહેવાસી પટનાયકે આ મહોત્સવમાં પોતાની કલાકૃતિ પ્લાસ્ટિક પ્રદૂષણ રોકો, મહાસાગર બચાવોના માધ્યમથી ન માત્ર લોકોનું દિલ જીત્યું પરંતુ તેમને પ્રદૂષણના મામલે જાગૃત પણ કર્યા.

પોતાની કલાકૃતિમાં તેમણે પ્લાસ્ટિક બેગમાં ફસાયેલા કાચબા અને માછલીના પેટમાં ફસાયેલા ચપ્પલ, બોટલ વગેરે બતાવ્યું હતું. માછલીની પુંછડી માનવીના મોઢામાં બતાવવામાં આવી હતી. તેમનો સંદેશ હતો કે પ્લાસ્ટિક પ્રદૂષણથી સમુદ્રી જીવ જ નહીં, મનુષ્યો પણ પ્રભાવિત થઈ રહ્યા છે.

આ પણ જુઓઃ Sharma Vibhoutee: દયાબેનના રોલ માટે જેની થઈ હતી ચર્ચા, તેની આવી છે અદા

અવૉર્ડ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરતા તેણે કહ્યું કે અમેરિકાનો આ અવૉર્ડ જીતવો મારા માટે સન્માનની વાત છે. આ પુરસ્કાર ભારત માટે છે, જે પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

united states of america national news