એર સ્ટ્રાઇકનો પ્લાન બનાવનાર સામંત ગોયલ RAW ના નવા ચીફ બન્યા

26 June, 2019 03:24 PM IST  | 

એર સ્ટ્રાઇકનો પ્લાન બનાવનાર સામંત ગોયલ RAW ના નવા ચીફ બન્યા

ફાઈલ ફોટો

નરેન્દ્ર મોદી સરકારે 1984 બેચના IPS અધિકારી સામંત ગોયલને જાસૂસી એજન્સી રિસર્સ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના પ્રમુખ તરીકે પસંદગી કરાઈ છે. આ સિવાયા IPS અધિકારી અરવિંદ કુમારને ઈન્ટિલિજેન્સ બ્યૂરોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે, પંજાબ કેડરના આઈપીએસ અધિકારી સામંત ગોપાલે બાલાકોટ એરસ્ટ્રાઈકનું સંપૂર્ણ પ્લાનિંગ કર્યું હતું.

અનિલ કુમાર ધસ્માનાની જગ્યા લેશે સામંત ગોયલ

નવા RAW ચીફ સામંત ગોયલ હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાની જગ્યા લેશે. અનિલ કુમાર ધસ્માના 2.5 વર્ષથી RAWની કમાન સંભાળી રહ્યા હતા અને હવે રિટાયર થયા છે. 1990માં જ્યારે પંજાબ ઉગ્રવાદીઓની ચપેટમાં હતું ત્યારે સામંત ગોયલે પ્રસંશનીય કામગીરી કરતા ઉગ્રવાદીઓ સામે અભિયાન ચલાવ્યું હતું. આ સિવાય ઈન્ટિલિજેન્સ બ્યૂરોના નવા પ્રમુખ ડિરેક્ટર અરવિંદને કાશ્મીર બાબતે એક્સપર્ટ માનવામાં આવી રહ્યા છે. હાલ આ વિભાગમાં અરવિંદ કુમાર કાશ્મીરના વિશેષ સચિવ છે. સામંત ગોયલની જેમ અરવિંદ કુમાર પણ 1984 બેચના અસમ-મેઘાલય કેડરના IPS અધિકારી છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી હતી. પુલવામાં હુમલામાં ભારતના 40 જેટલા જવાન શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદની જગ્યાઓને નિશાના બનાવ્યા હતા. ભારતીય વાયુસેનાએ આ વિશે કાર્યવાહી કરતા 250 જેટલા આતંકીઓને ઠાર માર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતાવરણ તણાવયુક્ત થયું છે.

national news gujarati mid-day