હવે સાઇના નહેવાલ ભાજપામાં જોડાઇ

29 January, 2020 03:22 PM IST  |  Delhi | Mumbai Desk

હવે સાઇના નહેવાલ ભાજપામાં જોડાઇ

વિશ્વની પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલ ભાજપામાં જોડાઇ ગઇ છે. નવી દિલ્હીમાં ભાજપાનાં રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે સાઇના નહેવાલને આ સભ્યપદ અપાવ્યુ હતું, સાઇનાની મોટી બહેન ચંદ્રાશુ નેહવાલે પણ ભાજપાનું સભ્યપદ સ્વીકાર્યું છે.

 

 

ભાજપામાં જોડાયા પછી સાઇનાએ કહ્યું કે, “હું અનેક ટાઇટલ્સ જીતી છું અને હવેં હું એવા પક્ષનો હિસ્સો છે જે દેશ માટે બહુ સારું કામ કરે છે. હું ખેલાડી તરીકે મહેનતુ છું અને મને એવા લોકા સાથે કામ કરવાનું ગમે છે જે અથાગ મહેનત કરે છે. ”

 

 

સાઇનાએ વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પાસેથી મને પ્રેરણા મળે છે, તેમણે દેશ માટે બહુ કામ કર્યું છે. મને ખુશી છે કે હું ભાજપાનો હિસ્સો છું, જે દેશ માટે કામ કરે છે. મને આશા છે કે હું પાર્ટીની અપેક્ષાઓ પર પાર ઉતરીશ.

હૈદરાબાદની રહેવાસી સાઇના 29 વર્ષની છે અને તે દુનિયાની મહિલા બેડમિન્ટન ખેલાડીઓની યાદીમાં 8મા ક્રમાંકે છે. 24 આંતરરાષ્ટ્રીય ટાઇટલ જીતનારી સાઇનાને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે તો રાષ્ટ્રીય સ્તરે તેને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.  સાઇના નહેવાલ ઉપરાંત રેસલર બબીતા ફોગટ અને યોગશ્વર દત્તા તથા ક્રિકેટર ગૌતમ ગંભીર જેવા ક્રિકેટર ભાજપામાં જોડાઇ ચૂક્યા છે.

saina nehwal delhi indian politics narendra modi