સબરીમાલા મંદિરના કપાટ ખોલાયા, 10 મહિલાઓ શ્રદ્ધાળુઓને રોકી પરત મોકલાયા

16 November, 2019 08:15 PM IST  |  Kerala

સબરીમાલા મંદિરના કપાટ ખોલાયા, 10 મહિલાઓ શ્રદ્ધાળુઓને રોકી પરત મોકલાયા

સબરીમાલા મંદિર (PC : ANI)

કેરળમાં સબરીમાલા સ્થિત ભગવાન અયપ્પાના મંદિરના દ્વાર 2 મહિના ચાલનાર તીર્થયાત્રા મંડલા-મકરવિલક્કૂ માટે શનિવારે ખોલવામાં આવ્યા છે. મંદિરના મુખ્ય પૂજારી કંડરારૂ મહેશ મોહનરારૂએ સવારે 5 કલાકે મંદિરનો દરવાજો ખોલીને પૂજા અર્ચના કરી હતી. કેરળના પથનમથિટ્ટા જિલ્લામાં પશ્ચિમી ઘાટના અનામત જંગલ વિસ્તાર સ્થિત મંદિરમાં કેરળ, તમિલનાડુ અને અન્ય પાડોશી રાજ્યોના હજારો શ્રદ્ધાળુ દર્શન માટે પહોંચ્યા છે.

દર્શન કરવા જઇ રહેલી 10 મહિલાઓને પોલીસે દર્શન કરવા ન દીધા
દરમિયાન સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરવા જઇ રહેલી 10 મહિલાઓને પોલીસે દર્શન કરવા દીધાં ન હતાં. આ તમામ મહિલા 10થી 50 વર્ષની ઉંમરની હતી તથા મહિલાઓ આંધ્ર પ્રદેશથી દર્શન કરવા આવી હતી. આ અંગે કેરળ સરકારે કહ્યું કે, જે મહિલા મંદિરમાં પ્રવેશ કરવા ઈચ્છે, તેમણે કોર્ટમાંથી આદેશ લઇને આવવું પડશે.



રાજય સરકારે એટર્ની જનરલ પાસે સલાહ લીધી
ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે કેરલ સરકારે સબરીમાલા વિવાદ અંગે કાયદાકીય સલાહ લીધી છે. હાલમાં જ આ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટી ખંડપિઠને મોકલ્યો છે. જેથી આ પહેલાના ચુકાદાને લાગુ નહીં પડે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને કાનૂન સચિવની સલાહ બાદ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લાગુ કરવા બાધ્ય નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આ વખતે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિઓ સમક્ષ પણ વાત કરશે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

આ કેસ સુપ્રીમે 7 જજોની ખંડપિઠને સોપ્યો છે
આ અગાઉ સુપ્રીમ કોર્ટે 5 ન્યાયધિશની બનેલી ખંડપિઠે ગુરુવારે સબરીમાલા કેસમાં પુનઃવિચારણા માટેની અરજી 3:2 બહુમતિથી સનવણી માટે 7 ન્યાયધિશની બનેલી ખંડપિઠને મોકલી આપ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈ, ન્યાયમૂર્તિ ઈન્દુ મલ્હોત્રા અને ન્યાયધિશ એએમ ખાનવિલકરે કેસની મોટી ખંડપિઠને આ કેસ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે. ન્યાયમૂર્તિ ફલી નરીમન અને ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચુડે આ અંગે પોતાની અસહમતિ દર્શાવતા આદેશ જારી કર્યો હતો.

national news