નવી સરકારના શપથ ગ્રહણ પહેલા ઉઠ્યા રામ મંદિરના સૂર

27 May, 2019 02:05 PM IST  | 

નવી સરકારના શપથ ગ્રહણ પહેલા ઉઠ્યા રામ મંદિરના સૂર

RSS પ્રમુખ મોહન ભાગવતે છેડ્યા રામ મંદિરના સૂર

લોકસભા ચૂંટણી 2019માં મોટી જીત મેળવ્યા પછી ભાજપ સરકાર ફરી એકવાર સત્તા પર આવી રહી છે. નવી સરકારની નિયુક્તિ પહેલા જ ભાજપ પર તેમના ચૂંટણી ઘોષણા પત્ર અને પ્રમુખ પદો પર જલ્દીથી કામ કરવાનું દબાણ વધી રહ્યું છે. જેની શરૂઆત RSS પ્રમુખ મોહન ભાગવતે કરી છે. સોમવારે મોહન ભાગવતે કહ્યું હતું કે, રામનું કામ કરવુ પડશે અને કરવામાં આવશે. આ સાથે મોહન ભાગવતે લોકોને સચેત, શાંતિપૂર્ણ, સક્રિય અને મજબૂત રહેવા માટે કહ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં ભાજપને 542માંથી 303 સીટો પર પ્રચંડ બહુમતિ મળી છે. આ વિજય પછી તેમની પહેલી બેઠકમાં RSS મોહન ભાગવતે કહ્યું હતું કે, 'જો આપણે રામનું નામ કરવું છે તો આપણે જાતે જ કરવું પડશે જો બીજા કોઈના ભરોસે છોડીશું તો આપણે તેનું ધ્યાન રાખવાની જરુર પડશે. રામનું કામ થવુ જોઈએ અને એ થઈને રહેશે.'

મોહન ભાગવતે કહ્યું હતું કે, આપણે એ કામ કરવુ જોઈએ જેની આપણે હંમેશાથી રાહ જોઈ રહ્યા હતા. આપણે એવી સંસ્થાઓની ભલાઈ માટે કામ કરવુ જોઈએ જે હંમેશા આપણને મદદરૂપ બને છે. ઈતિહાસ કહે છે કે જો લોકો જાગૃત, શાંતિપૂર્ણ, સક્રિય અને મજબુત હોય તો દેશનું ભાગ્ય નિરંતર અને સ્થિર રહે છે.'

આ પણ વાંચો: વારાણસીમાં PM મોદી, કહ્યુ- કાર્યકર્તાઓનો સંતોષ જ અમારો જીવનમંત્ર

ઉલ્લેખનીય છે કે, RSS હંમેશાથી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનાવવાની વાત કરી રહ્યું છે. ભાજપના બીજી વાર બહુમત સાથે જીત મેળવતા RSS ફરી એકવાર ભાજપ પર રામ મંદિર પર કામ કરવા માટે દબાણ બનાવવાનું શરુ કર્યું છે. અયોધ્યામાં રામ જન્મ ભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ કરાવવું ભાજપના એજન્ડામાં રહ્યું છે. 2014 અને 2019ના ઘોષણા પત્રમાં પણ રામ મંદિરના મુદ્દાને સામેલ કરવામાં આવ્યું હતું.

national news gujarati mid-day mohan bhagwat