વૅક્સિનની કિંમતને લઈને ભારત બાયોટૅકે કહ્યું,રૂ।.150માં લાંબો સમય શક્ય નથી પૂરવઠો

15 June, 2021 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉવેક્સિનના ડૉઝનો પૂરવઠો લાંબા સમય સુધી શક્ય નહીં હોય. તેમણે કહ્યું કે કેન્દ્રના પૂરવઠાની કિંમતને કારણે પણ ખાનગી ક્ષેત્રમાં કિંમતના ઢાંચામાં ફેરફાર થઈ રહ્યા છે, આમાં વધારો થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AFP

ભારત બાયોટેકે મંગળવારે કહ્યું કે 150 રૂપિયા પ્રતિ ડૉઝના દરે કેન્દ્ર સરકારને કોવિડ-19ના કૉવેક્સિનના ડૉઝનો પૂરવઠો લાંબા સમય સુધી શક્ય નહીં હોય. તેમણે કહ્યું કે કેન્દ્રના પૂરવઠાની કિંમતને કારણે પણ ખાનગી ક્ષેત્રમાં કિંમતના ઢાંચામાં ફેરફાર થઈ રહ્યા છે, આમાં વધારો થઈ રહ્યો છે.

ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે અવેલેબલ અન્ય કોવિડ વૅક્સિનની તુલનામાં કૉવેક્સિન માટે વધારે દરને યોગ્ય જણાવતા ભારત બાયોટૅકે કહ્યું કે ઓચી માત્રામાં ખરીદ, વિતરણમાં આવનારી વધારે ખર્ચ અને નફા વગેરે આના અનેક પાયાના વેપારનું કારણ છે.

કંપનીએ કહ્યું, ભારત સરકારને કોવેક્સિન રસી 150 રૂપિયા પ્રતિ ડૉઝનો પૂરવઠાની કિંમત બિન-પ્રતિસ્પર્ધી કિંમત છે અને એ સ્પષ્ટ રીતે લાંબા સમય સુધી પહોંચી શકાય તેમ નથી. ભારત બાયોટેકે એક નિવેદનમાં કહ્યું કે ખર્ચ કાઢ્યા માટે ખાનગી માર્કેટમાં વધારે કિંમત રાખવી જરૂરી છે, તેણે જણાવ્યું કે ભારત બાયોટૅક વૅક્સિનના વિકાસ, ક્લિનિકલ ટ્રાયલ તથા કોવેક્સિન માટે નિર્માણ એકમો સ્થાપિત કરવા માટે અત્યાર સુધી 500 કરોડ રૂપિયાથી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ કરી ચૂકી છે.

હાલના સમયમાં કૉવેક્સિન માટે રાજ્યોને 400 રૂપિયા પ્રતિ ડૉઝનું પેમેન્ટ કરવું પડતું હતું. જ્યારે કોવિશીલ્ડ માટે એક ડૉઝની કિંમત 300 રૂપિયા હતી. જો કે, કેટલાય રાજ્યો તરફથી મફત વેક્સિનેશનની જાહેરાત પણ કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે પોતે જ મફત વેક્સિનેશનની જાહેરાત કરી દીધી છે.

national news coronavirus covid vaccine covid19