રોહતકમાં નવજોત સિંહ સિદ્ધુ પર ફેંકાયું ચંપલ, મહિલાની ધરપકડ

10 May, 2019 08:04 AM IST  |  રોહતક

રોહતકમાં નવજોત સિંહ સિદ્ધુ પર ફેંકાયું ચંપલ, મહિલાની ધરપકડ

નવજોતસિંહ સિદ્ધુ પર ફોંકાયુ જુતું

લોકસભાના ઇલેક્શન-૨૦૧૯ માટે પ્રચાર કરવા રોહતક પહોંચેલા નવજોત સિંહ સિદ્ધુ પર એક મહિલાએ ચંપલ ફેંક્યું હતું, પણ ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 

જોકે ચંપલ સિદ્ધુને વાગ્યું નહોતું, પરંતુ આ ઘટના જોઈને સૌકોઈ હેરાન થઈ ગયા હતા. જ્યારે ચંપલ ફેંકવામાં આવ્યું ત્યારે સિદ્ધુ મંચ પર જનસભાને સંબોધી રહ્યા હતા.

એ વખતે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષામાં તહેનાત પોલીસ-કર્મચારીઓએ મહિલાને હિરાસતમાં લઈ લીધી હતી. મહિલાનું નામ જિતેન્દર કૌર છે. પોલીસના જણાવ્યા મુજબ ચંપલ ફેંકવાનું કારણ તેની નારાજગી હતી.

આ પણ વાંચોઃ ભાજપના વિજયની ભવિષ્યવાણી કરનાર પ્રોફેસર સસ્પેન્ડ

મહિલાએ જણાવ્યું હતું કે ‘નવજોત સિંહ સિદ્ધુનું બીજેપીમાં કશું ઊપજ્યું નહીં એટલે તેઓ કૉન્ગ્રેસમાં જોડાઈ ગયા. પહેલાં તેઓ સોનિયા અને મનમોહનની બૂરાઈ કરતા હતા અને હવે તેઓ પીએમ મોદી વિશે બોલી રહ્યા છે.’ એ ઘટના બાદ સિદ્ધુ જઈ રહ્યા હતા ત્યારે અમુક લોકોએ તેમને કાળા ઝંડા દેખાડ્યા હતા અને ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા હતા, જેને લઈને કૉન્ગ્રેસના કાર્યકરો અને ઝંડા બતાવનારાઓ વચ્ચે માથાઝીંક થઈ હતી. ઘટના ગંભીર ન બને એ માટે પોલીસે મોરચો સંભાળ્યો હતો અને જનસભાનું સમાપન કરાવ્યું હતું.

navjot singh sidhu Election 2019 rohtak congress national news