આકાશ આંબવાની તૈયારીમાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ,આ છે ડેવલપમેન્ટ રોડ મૅપ

17 November, 2019 08:14 PM IST  |  Mumbai Desk

આકાશ આંબવાની તૈયારીમાં જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ,આ છે ડેવલપમેન્ટ રોડ મૅપ

કેન્દ્ર સરકારે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના વિકાસનું રોડમૅપ તૈયાર કરી લીધું છે. આ રોડમૅપમાં ન ફક્ત વિકાસની વાત છે પણ રાજ્યમાંથી આતંકવાદને ખત્મ કરવાનો ઝરિયો સામેલ છે. જણાવીએ કે આ વર્ષે ઑગસ્ટ 2019માં રાજ્યમાં વર્ષોથી લાગૂ પાડવામાં આવેલી કલમ 370 નાબૂદ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. તેના પછી રાજ્યને બે ભાગમાં વહેંચીને તેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો. હાલ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સુરશ્રા અને પ્રશાસનની જવાબદારી રાજ્યપાલોએ સંભાળી છે. હવે કેન્દ્ર સરકારનું પૂરેપુરું ધ્યાન આ બન્ને રાજ્યોના વિકાસ પર લાગેલું છે. આ વિકાસને લઇને જે રોડમેપ તૈયાર થયો છે તેના પ્રમુખ બિંદુઓમાં કેટલીક વાતો ખાસ છે. -

બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિકાસ માટે કરવામાં આવશે ડિજિટલ ટેક્નિકનો ઉપયોગ.
આઠ સૂત્રીય પ્રસ્તાવો પર ફોકસ કરશે પ્રશાસન.

જનતાના કલ્યાણ અને ઉત્થાન માટે બન્ને સાજ્યોના અધિકારી જવાબદેહી અને પારદર્શિતાથી કામ કરીને સુશાસન સ્થાપિત કરશે.

બન્ને રાજ્યોના અધિકારીઓની કાર્ય ક્ષમતા વધારવા માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવશે.

સૌભાગ્ય યૌજનાને જમ્મૂ કાશ્મીરમાં પહેલાથી સારી રીતે લાગૂ પાડવામાં આવી છે.

બન્ને રાજ્યોમાં 'જલ શક્તિ મિશન' લૉન્ચ કરીને વર્ષ 2022 સુધી દરેક ઘરમાં પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉપરાજ્યપાલના ફરિયાદ સૈલ અવાજ-એ-આવામ, કેન્દ્રીય જન ફરિયાદ અને મોનીટરિંગ સિસ્ટમને વધારે મજબૂત કરવામાં આવશે.

રાજ્યોના વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા આ રોડમૅપમાં બન્ને રાજ્યોમાં ઇ-ઑફિસને સમર્થન આપવા સિવાય અહીંના સચિવાલયોને પણ પેપસલેસ બનાવવામાં આવશે.

બન્ને રાજ્યોની વિધવાઓ, દિવ્યાંગો અને વૃદ્ધોને પણ આપવામાં આવ્યું છે. આ પેંશન કેન્દ્ર સરકારની ઇંટીગ્રેટિડ સોશિયલ સિક્યોરિટી સ્કિમ અને નેશનલ અસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવી છે. વર્તમાનમાં પેંશન મેળવનારાઓની સંખ્યા 7,42,950 પહોંચી ગઈ છે.

જમ્મૂ-કાશ્મીરમાં હિમવર્ષાને કારણે જિલ્લા મુખ્યાલયોથી છૂટા પડેલા વિસ્તારોમાં હેલીકૉપ્ટર સેવા શરૂ કરવામાં આવી રહી છે. ક્યાંક ક્યાંક આ ફ્રી પણ હશે. હેલીકૉપ્ટર સેવા લાભ લેનારા સ્થાનિક લોકોને સબ્સિડીના આધારે ટિકિટ મળશે.

કાશ્મીર ઘાટીમાં આતંકના ખાત્મા માટે આ મહિનાના અંત સુધી રોબો આર્મીને ઉતારી દેવામાં આવશે. પહેલા ચરણમાં રક્ષા મંત્રાલય 550 રોબોટિક્સ સર્વેલાંસ યૂનિટ ખરીદીને સેનાને સોંપી દેશે. તેની મદદ આતંકીયોની યોગ્ય લોકેશનની ખબર પડી શકે.

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

તેના પ્રત્યેક યૂનિટમાં એક ટ્રાન્સમિશન સિસ્ટમ, એક લૉંચિગ સિસ્ટમ હશે. આ એચડી કેમેરાને કારણે કોઇપણ સમયે સ્પષ્ટ તસવીરો લઈ શકશે અને તેમને સરળતાથી 200 મીટરના વિસ્તારમાં ટ્રાન્સફર કરી શકે.

national news jammu and kashmir ladakh