25 August, 2024 01:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રિઝર્વ બૅન્કની ક્વિઝમાં કૉલેજિયનો માટે લાખો રૂપિયાનાં ઇનામ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને ૯૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એટલે એ કૉલેજિયન યુવાનોમાં રિઝર્વ બૅન્ક અને ફાઇનૅન્શિયલ ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ આવે એ માટે RBI90Quiz નામની ક્વિઝ શરૂ કરશે. રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે આ સંદર્ભની જાહેરાત કરી છે. ક્વિઝમાં સામાન્ય જ્ઞાન વિશે પ્રશ્નો પુછાશે. વિવિધ સ્તરે આ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં જીતનારા પ્રથમ વિજેતાને ૧૦ લાખ રૂપિયા, દ્વિતીયને ૮ અને તૃતીયને ૬ લાખ રૂપિયા મળશે. ઝોનલ સ્તરે પહેલું ઇનામ પાંચ લાખ, બીજું ૪ લાખ અને ત્રીજું ૩ લાખ રૂપિયા છે. રાજ્ય સ્તરે બે લાખ, દોઢ લાખ અને એક લાખ છે. આ વર્ષની ૧ સપ્ટેમ્બરે ૨૫ વર્ષથી વધુ વય ન ધરાવતા અને દેશની કૉલેજોમાં કોઈ પણ સ્ટ્રીમમાં ગ્રૅજ્યુએશનનો અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ભાગ લઈ શકશે. તેઓ ૧૭ સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે.