સવર્ણોને અનામતઃ સવર્ણો માટે કેમ જરૂરી છે અનામત, જાણો પાંચ કારણો

07 January, 2019 05:34 PM IST  | 

સવર્ણોને અનામતઃ સવર્ણો માટે કેમ જરૂરી છે અનામત, જાણો પાંચ કારણો

સવર્ણોને કેમ છે અનામતની જરૂર?

આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી લાંબા સમયથી ઉઠી રહી છે. જેને પુરી કરવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વનું પગલું લીધું છે. કેન્દ્રીય કેબિનેટે ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામત પર મહોર લગાવી દીધી છે. આ વર્ષે થનારી સામાન્ય ચૂંટણીને જોતા મોદી સરકારના આ પગલાને માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યું છે. સવર્ણોને શા માટે અનામતની જરૂર છે તેના પણ પણ કેટલાક કારણો છે.

1. સવર્ણોમાં પણ છે ગરીબો

સામાન્ય ધારણા એવી છે કે સવર્ણ હોય તે સમર્થ હોય જ. પણ એવું નથી. સવર્ણો પણ આર્થિક રૂપે નબળા છે, એ આંકડાઓમાં પણ સાબિત થઈ ચુક્યું છે. જેને ધ્યાનમાં રાખતા અનામતની તેમની માંગણી યોગ્ય છે.

2. ખેતીની હાલત ખરાબ

છેલ્લા કેટલાક વર્ષોથી ખેતી ક્ષેત્ર અને ખેડૂતોની સ્થિત ખરાબ છે. પાક ઉગાડવા માટે હવે પહેલાથી વધારે ખર્ચ થાય છે પરંતુ આવક નથી. જેનાથી ન માત્ર સવર્ણો પરંતુ અન્ય જાતિઓ પણ પ્રભાવિત થઈ છે, પરંતુ અનામતના કારણે અન્ય જાતિઓ પણ બચી જાય છે, જ્યારે આર્થિક રીતે સવર્ણો છે તેના પાસે કોઈ જ રસ્તો નથી.

3. શહેરોમાં રોજગારીની કમી

શહેરી વિસ્તારમાં રોજગારી ઘટવાના કારણે લોકોમાં અસંતોષ છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં પહેલા કરતા ઓછી નોકરીઓ છે. જ્યાં સુધી જાહેર ક્ષેત્રોની વાત છે તો ત્યાં અનામતના કારણે સવર્ણો માટે ખુબ જ ઓછી તક છે.

4. અનામતના ફાયદા

આર્થિક રૂપથી નબળા સવર્ણોને લાગે છે કે અનામત વગર તેમનું કલ્યાણ સંભવ નથી, કારણ કે તેઓ પોતાની આંખો સામે જોઈ રહ્યા છે કે કેવી રીતે SC, ST, OBC વર્ગના લોકો અનામતનો ફાયદો ઉઠાવીને આગળ વધી રહ્યા છે. ન તો તેમની આર્થિક સ્થિતિ સારી થઈ છે કારણ કે સમાજિક અને રાજનૈતિક રૂપથી પણ મજબૂત થયા છે.

આ પણ વાંચોઃ જાણો કોને મળશે 10% સવર્ણ અનામતનો ફાયદો, આ છે કેટેગરી

5. રાજનૈતિક સમર્થન

સવર્ણોની અનામતની માંગણી ખૂબ જ જૂની છે. એમાં રાજનૈતિક સમર્થન પણ આવી જાય છે. કોઈપણ રાજનૈતિક પાર્ટી એવી નથી, જે તેનો વિરોધ કરવાનું સાહસ કરી શકે. ત્યાં સુધી કે બસપા જેવી પાર્ટી પણ સવર્ણો માટે અનામતની માંગ કરી ચુકી છે.

narendra modi