સામાન્ય વર્ગના 10% અનામત બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

12 January, 2019 07:39 PM IST  | 

સામાન્ય વર્ગના 10% અનામત બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી

આર્થિક રૂપથી પછાત લોકો 10% અનામત આપનારા બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે. આ સાથે જ નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામતનો રસ્તો સાફ થઈ ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે આ બાબતે માહિતી આપી છે. જણાવી દઈએ કે સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકોને નોકરીઓમાં 10% અનામત બિલને કેબિનેટમાં મંજૂરી મળી હતી ત્યારબાદ લોકસભા અને રાજ્ય સભામાં પણ સંવિધાનનું 124મું બિલ રજૂ કરવામાં આવ્યું હતું જે પાસ થયું હતું. લોકસભામાં આ બિલને સમર્થનમાં 323 વોટ પડ્યા હતા જ્યારે આ બિલના વિપક્ષમાં માત્ર 3 મત પડ્યા હતાં.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે.

 

આ પણ વાંચો: શારદા ચિટ ફંડ મામલે નલિની ચિદમ્બરમને મદ્રાસ હાઈકોર્ટે આપી અગ્રિમ જમાનત

 

આ બિલને યુથ ઓફ ઈક્વાલિટી દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું જો કે હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપતા બિલ માટે રસ્તો સાફ થયો છે.

ram nath kovind narendra modi