રિપબ્લિક ડેની ઉજવણી હવે ૨૩ જાન્યુઆરીથી શરૂ થશે

16 January, 2022 09:01 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જેમાં હવે લેજન્ડરી ફ્રિડમ ફાઇટર સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતીનો સમાવેશ કરવામાં આવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

રિપબ્લિક ડેનું સેલિબ્રેશન હવે દર વર્ષે ૨૪ જાન્યુઆરીના બદલે ૨૩ જાન્યુઆરીથી શરૂ થશે. જેમાં હવે લેજન્ડરી ફ્રિડમ ફાઇટર સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુભાષચન્દ્ર બોઝનો ૨૩ જાન્યુઆરી, ૧૮૯૭ના રોજ જન્મ થયો હતો. કેન્દ્ર સરકારે આ પહેલાં સુભાષચન્દ્ર બોઝની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઊજવવાનું શરૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે નેતાજી સુભાષચન્દ્ર બોઝની સાથે સંકળાયેલા સમગ્ર દેશમાં સ્થળોને પ્રમોટ કરવા માટે યોજનાઓ તૈયાર કરી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં જણાવવામાં આવ્યું હતું કે આઝાદ હિન્દની રચનાની એનિવર્સરીની યાદમાં અનેક કાર્યક્રમોના ભાગરૂપે પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસોનું આયોજન કરાઈ રહ્યું છે.

national news republic day india