રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોટો ખુલાસોઃ ખેડૂતોની જમીન ખરીદવાનો ઇરાદો નથી

04 January, 2021 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો મોટો ખુલાસોઃ ખેડૂતોની જમીન ખરીદવાનો ઇરાદો નથી

મુકેશ અંબાણી, ફાઇલ તસવીર

 રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ લિમિટેડની (RIL) સબ્સિડરી કંપની જિઓ ઇન્ફોકોમ લિમીટેડ (Jio Infocome Limited) દ્વારા પંજાબ હરિયાણા હાઇકોર્ટમાં એક પિટીશન દાખલ કરાઇ છે એ પિટીશનમાં ખેડૂતોના આંદોલન અને ખેડૂતોના જિઓના વિરોધને લઇને મોટી ચોખવટ કરવામાં આવી છે. પંજાબમાં રિલાયન્સ જિયો વિરુદ્ધ ખેડૂતોના વિરોધ પ્રદર્શન મામલે રિલાયન્સ તરફથી ખેડૂતો સામે પોતાનો પક્ષ મૂકવામાં આવ્યો છે. 

આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી ચોથી જાન્યુઆરીના રોજ આ નિવેદનમાં આવ્યું છે કે, કોર્પોરેટ કે કોન્ટરાક્ટ ફાર્મિંગમાં પ્રવેશ કરવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. સાથે જ કંપનીએ એવું પણ કહ્યું છે કે કંપનીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે કોઈ જમીનની ખરીદી કરી નથી. અધુરામાં પુરું અહીં એ પણ ચોખવટ કરાઇ છે કે કંપની ભવિષ્યમાં પણ જમીન ખરીદવાનો કંપનીનો કોઈ ઈરાદો નથી. કંપનીએ કહ્યું છે કે તેમનો ઇરાદો ખેડૂતોને વધારે તાકાતવાર બનાવવાનો છે. આ નિવેદનમાં જિઓ ઇન્ફોકોમ લિમિટેડ કઇ રીતે કનેક્ટિવિટી ગ્રામિણ વિસ્તારો સુધી લઇ જાય છે તેની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. 

RIL તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની ખેડૂતો અને સપ્લાયર્સ પાસેથી સામાનની સીધી ખરીદી પણ કરતી નથી. કંપની ખેડૂતો પાસેથી ફક્ત મિનિમમ સપોર્ટ પ્રાઇસ જ ખરીદી કરે છે.કંપની તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે અમારો એવો આગ્રહ રહેશે કે અમારા સપ્લાયર્સ હાલની ટેકાના ભાવની વ્યવસ્થાને વળગી રહે. ભવિષ્યમાં સરકાર આ માટે જે પણ વ્યવસ્થા લાગૂ કરે તેને પણ ચુસ્ત રીતે અનુસરે. રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે, કંપનીએ ક્યારેય ખેડૂતો પાસેથી ખોટો ફાયદો ઉઠાવવા માટે લાંબા સમયના કોન્ટ્રાક્ટ કર્યાં નથી અને તેમના સપ્લાયર્સ પણ નક્કી કરવામાં આવેલી કિંમત કરતા ઓછા ભાવે ખરીદી ન કરે તે સુનિશ્ચિત કરે છે. ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવશે નહીં.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સબ્સિડિયરી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL) તરફથી આજે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને ગેરકાયદે પ્રવૃત્તિ અને કંપનીની સંપત્તિમાં તોડફોડને રોકવા માટે સરકાર તાત્કાલિક દખલગીરી કરે તેવી માંગણી કરી છે. આવી પ્રવૃત્તિને કારણે બંને રાજ્યમાં કંપનીના હજારો કર્મચારીઓની જિંદગી જોખમમાં મૂકાઈ છે. એટલું જ નહીં, અસરને પગલે કોમ્યુનિકેશનમાં અનેક મુશ્કેલી પડી રહી છે. કંપનીના આઉટલેટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેલ્સ, સર્વિસને પણ અસર પહોંચી છે.

mukesh ambani reliance national news