18 May, 2025 08:35 AM IST | new | Gujarati Mid-day Correspondent
૨૦ રૂપિયાની નોટ
રિઝર્વ બૅન્ક ટૂંક સમયમાં ૨૦ રૂપિયાની નવી નોટ બહાર પાડશે. રિઝર્વ બૅન્ક તરફથી શનિવારે જણાવવામાં આવ્યું હતું કે નવી નોટ પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી ન્યુ સિરીઝની ૨૦ રૂપિયાની નોટ જેવી જ હશે. ૨૦ રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટ પણ ચલણમાં યથાવત્ રહેશે.