30 September, 2023 08:17 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (ફાઈલ તસવીર)
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) મહિનાના છેલ્લા દિવસે આ રીતે લોકોને મોટી રાહત આપી છે, જે હજી સુધી સર્ક્યુલેશનથી બહાર કરી દેવામાં આવેલા 2000 રૂપિયાની નોટ નથી બદલી શક્યા. કેન્દ્રીય બેન્કે આની ડેડલાઈનને વધારીને 7 ઑક્ટોબર 2023 કરી દેવામાં આવી છે. પહેલા આ કામ કરવા માટે 30 સપ્ટેમ્બરની તારીખ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી, જે આજે છેલ્લી હતી. આ પહેલા જ આરબીઆઈએ વધુ સાત દિવસનો સમય આપ્યો છે. (RBI Extends Deadline)
લીગલ ટેન્ડર બની રહેશે 2,000 રૂપિયાના નોટ
આરબીઆઈ પ્રમાણે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે તે 2000 રૂપિયાની નોટ છે તો તેમને હેરાન થવાની જરૂર નથી. તે સરળતાથી પોતાની નજીકની બેન્ક અથવા આરબીઆઈની ક્ષેત્રીય ઑફિસમાં જઈને તેની બદલી કરાવી શકે છે. રિઝર્વ બેન્કે આ સંબંધે એક સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું કે ચલણમાંથી બહાર કરવામાં આવેલી આ નોટોને હવે 7 ઑક્ટોબર 2023 સુધી બેન્કમાં જમા કરાવી શકાય છે અને અન્ય ચલણી નોટ સાથે બદલી શકાય છે.
7 ઑક્ટોબર બાદ શું થશે?
RBI Extends Deadline: કેન્દ્રીય બેન્કે પોતાના સર્ક્યુલરમાં કહ્યું છે કે નવી નક્કી કરેલી 7 ઑક્ટોબરની ડેડલાઈન સુધી પણ જો 2000 રૂપિયાની નોટને ન બદલવામાં આવે અને એનો અર્થ છે કે જો કોઈની પાસે 2000 રૂપિયાની નોટ રહી જાય છે, તો તમે તેને ન તો બેન્કમાં જમા કરાવી શકશો કે ન તો બદલી કરાવી શકશો. પણ, આ મામલે રાહત આપતા કહેવામાં આવ્યું છે કે 7 ઑક્ટોબર પછી પણ નોટને RBIની 19 ક્ષેત્રીય ઑફિસોમાં બદલી શકાશે. એકવારમાં 20,000થી વધારેની નોટ નહીં બદલી શકાય.
19 મેના કરવામાં આવી હતી ચલણમાંથી બહાર
19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશની સૌથી મોટી ચલણી નોટ એટલે કે રૂ. 2,000ની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી અને તેને ચલણમાંથી બહાર કાઢી હતી. બજારમાં હાજર આ નોટોને પરત કરવાની સુવિધા પૂરી પાડતા, આરબીઆઈએ બેંકો અને કેન્દ્રીય બેંકની 19 પ્રાદેશિક કચેરીઓ દ્વારા પરત કરવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. જ્યારે સેન્ટ્રલ બેંકે 2,000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે ડેટા રજૂ કરતી વખતે તેણે કહ્યું હતું કે RBI મુજબ, 31 માર્ચ, 2023 સુધી, 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.
અત્યાર સુધી 96 ટકા નોટો પાછી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સપ્ટેમ્બરની શરૂઆતમાં જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, 31 ઓગસ્ટ સુધી, ચલણમાં રહેલી કુલ 2,000 રૂપિયાની નોટોમાંથી 93 ટકા RBIને પરત કરવામાં આવી હતી. તે જ સમયે, સપ્ટેમ્બરની શરૂઆત સુધી, લગભગ 24,000 કરોડ રૂપિયાની નોટો બજારમાં હાજર હતી. હવે સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો વધી ગયો છે.
આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓને જોઈએ, તો 31 માર્ચના સર્ક્યુલેશનમાં રહેલી કુલ 2000 રૂપિયાની નોટમાંથી 96 ટકા નોટ બેન્ક અને ક્ષેત્રીય ઑફિસો દ્વારા પાછી આવી ચૂકી છે. કેન્દ્રીય બેન્ક પ્રમાણે, 29 સપ્ટેમ્બર 2023 સુધી 3.42 લાખ કરોડ રૂપિયાની કિંમતની નોટ પાછી આવી ચૂકી હતી અને હવે 0.14 લાખ કરોડ રૂપિયાની નોટ બજારમાં બચેલી છે.
2016માં એન્ટ્રી અને 2023માં એક્ઝિટ
ગુલાબી કલરની 2000 રૂપિયાની નોટને નવેમ્બર 2016માં માર્કેટમાં લાવવામાં આવી હતી. આ ત્યારે માર્કેટમાં આવી હતી જ્યારે સરકારે ચલણમાં રહેલી સૌથી મોટી કરન્સી નોટ એટલે કે 200 અને 1000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી. નોટબંધી બાદ રિઝર્વ બેન્કે બંધ કરી દીધેલી 500 રૂપિયાની નોટને બદલે નવી નોટ અને આની સાથે જ 1000 રૂપિયાની નોટને બદલે 2000 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી હતી. જો કે, જ્યારે અન્ય મૂલ્યોની નોટો ચલણમાં પૂરતી માત્રામાં આવી, ત્યારે RBIએ વર્ષ 2018-19થી રૂ. 2000ની નોટોનું છાપકામ બંધ કરી દીધું. આ પછી, 19 મે, 2023 ના રોજ, જાહેરાત કરવામાં આવી હતી કે આ મોટી નોટને ક્લીન નોટ પોલિસી હેઠળ ચલણમાંથી બહાર કાઢવામાં આવશે.