બાપ રે... મોદી સરકારનાં પાંચ વર્ષમાં 5.55 લાખ કરોડની લોન ડૂબી ગઇ!

14 April, 2019 10:18 AM IST  | 

બાપ રે... મોદી સરકારનાં પાંચ વર્ષમાં 5.55 લાખ કરોડની લોન ડૂબી ગઇ!

મોદી

ઘરના છોકરા ભૂખ્યા મરે અને પાડોશીને બીરિયાની એવો તાલ મોદી સરકારમાં સર્જા‍યો છે. છેલ્લાં ૧૦ વર્ષમાં કુલ રૂા. ૭ લાખ કરોડની બેડ લોન માફ કરવામાં આવી છે પરંતુ તે પૈકીની ૮૦ ટકા બેડ લોનો પાછલાં પાંચ વર્ષમાં મોદી સરકારમાં રાઈટ ઑફ કરી દેવામાં આવી છે. આજે દેશ ભયંકર નાણાકીય તંગી ભોગવી રહ્યો છે અને અર્થતત્રં ખાડે ગયું છે.

આ પણ વાંચો : વારાણસીમાં હવે ખરાખરીના જંગનું લગભગ ફાઈનલ....

આરબીઆઈના આંકડાઓ પરથી આ ધડાકો થયો છે. બૅન્કોને ડૂબતી બચાવવા માટે સરકાર એક તરફ કરદાતાઓના રૂપિયાથી એમને પૂંજી ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ આવી છે તો બીજી બાજુ બૅન્કોએ લોન પાછી નહીં આપનારા લોકોના કરજને મોટાપાયે રાઈટ ઑફ કરી દીધા હતા. ડિસેમ્બર-૨૦૧૮ સુધી જમા થયેલા ત્રિમાસિક ગાળા સુધી બૅન્કોએ ૧,૫૬,૭૦૨ કરોડ રૂપિયાની બેડ લોનને રાઈટ ઓફ શ્રેણીમાં નાખી દીધા છે.

narendra modi reserve bank of india national news