કરન્સી નોટ પરથી નહીં હટાવાય ગાંધીજીને

07 June, 2022 09:08 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કલામ અને ટાગોરના ફોટોને લઈને રિઝર્વ બૅન્કે કરી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કરન્સી નોટોને લઈને વર્તમાન પૉલિસીમાં કોઈ ફેરબદલ કરવામાં નહીં આવે એવી સ્પષ્ટતા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કરી છે. કેટલીક ચલણી નોટો પર રવીન્દ્રનાથ ટાગોર તેમ જ મિસાઇલમૅન તરીકે જાણીતા એપીજી અબ્દુલ કલામનો ફોટો મૂકવામાં આવી રહ્યાની વિચારણા ચાલી રહી હોવાનો અહેવાલ કેટલાંક ન્યુઝપેપરમાં છપાતાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. રિઝર્વ બૅન્કે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ચલણી નોટો પરથી ગાંધીજીનો ફોટો નહીં હટાવાય અને આવો કોઈ પ્રસ્તાવ આરબીઆઇમાં રજૂ કરવામાં આવ્યો નથી.’

દરમ્યાન આરબીઆઇના વા​ર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ૨૦૦૦ રૂપિયાના મૂલ્યની નોટોનું ચલણ સતત ઘટી રહ્યું છે. હાલમાં ઘટીને કુલ ચલણી નોટોના ૧.૬ ટકા રહી ગયું છે. ચલણમાં રહેલી ૨૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય માર્ચ ૨૦૨૧માં ૨૨.૬ ટકા હતું એ માર્ચ ૨૦૨૨માં ઘટીને ૧૩.૮ ટકા રહી ગયું છે. 

national news finance ministry reserve bank of india