કરન્સી નોટ દ્વારા ફેલાય છે કોવિડ-19? RBIએ કહ્યું આ...

04 October, 2020 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરન્સી નોટ દ્વારા ફેલાય છે કોવિડ-19? RBIએ કહ્યું આ...

પ્રતીકાત્મક તસવીર

લોકોના સંપર્કમાં આવવવાથી કોવિડ-19 સંક્રમણ વધવાનું જોખમ રહે છે. તેથી જ માસ્ક પહેરવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમને આ મહામારીમાં ફરજિયાત પાડવું જરૂરી છે.

સંક્રમણ ફેલાવવાના ઘણા કારણો છે જેમાંનું એક કારણ કરન્સી નોટની લેવડદેવડ પણ છે. કેન્દ્રીય બેંક રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (RBI) આરબીઆઈએ સંકેત આપ્યા છે કે, કરન્સી નોટોથી બેક્ટેરિયા અને વાયરસ એક હાથમાંથી બીજા હાથમાં ફેલાઈ શકે છે. તેથી કરન્સીની જગ્યાએ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો વધુમાં વધુ ઉપયોગ કરવો હિતાવહ છે.

કોન્ફેડેરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા માર્ચ 2020માં કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખી જણાવ્યુ હતું કે, શું લિક્વીડ કરન્સી દ્વારા બેક્ટેરિયા અથવા વાયરસ ફેલાઈ શકે ખરો ? જેનો જવાબ આપી નાણાપ્રધાને આરબીઆઈને આપવા કહ્યું અને 3 ઓક્ટોબર 2020ના રોજ આરબીઆઈએ પણ મેલ કરીને આ અંગે જવાબ આપી દીધો છે.

કૈટને મોકલાવેલા જવાબમાં રિઝર્વ બેંકે લખ્યુ છે કે, કોરોના વાયરસને ઓછો કરવા માટે લોકોએ પોતાના ઘરેથી જ સુવિધાપૂર્ણ મોબાઈલ બેંકીંગ, ઈન્ટરનેટ બેંકીંગ, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ જેવી ઓનલાઈન ચેનલોના માધ્યમથી ડિજીટલ ટ્રાન્જેક્શન કરવા જોઈએ. આરબીઆઈ તો કોરોનાથી બચવા માટે એટીએમમાંથી પૈસા કાઢવાથી બચવુ જોઈએ તેવી સલાહ આપી છે.

29 ઓગસ્ટ 2019ના રોજ આરબીઆઈની વાર્ષિક રિપોર્ટમાં કહેવાયુ છે કે, ચલણમાં રહેલી નોટોનું મૂલ્યની માત્રા 17 ટકા અને 6.2 ટકાથી વધીને વર્ષ 2018માં અને 2019માં 21,109 બિલિયન અને 108,759 મિલિયન સુધી પહોંચી ગઈ હતી. મૂલ્યના સંદર્ભમાં રૂપિયા 500 અને રૂપિયા 2000ની નોટોની ભાગીદારી, જે માર્ચ 2018માં બેંક નોટ્સની કિંમત મૂલ્ય કુલ 80.2 ટકા હતી, જે માર્ચ 2019માં વધીને 82.2 ટકા થઈ ગયુ છે.

reserve bank of india coronavirus covid19 national news