જીંદથી ચૂંટણી લડશે સુરજેવાલા, રાહુલ ગાંધીએ બે મિનિટમાં લીધો નિર્ણય

10 January, 2019 05:37 PM IST  | 

જીંદથી ચૂંટણી લડશે સુરજેવાલા, રાહુલ ગાંધીએ બે મિનિટમાં લીધો નિર્ણય

સુરજેવાલા બનશે જીંદથી ઉમેદવાર

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બસ બે મિનિટમાં રણદીપ સુરજેવાલાને જીંદ પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવવાનો નિર્ણય લઈ લીધો. આ ઘટનાક્રમ બાદ એ વાત સામે આવી છે કે સુરજેવાલાના પાર્ટીએ કોઈ સમજી વિચારીને બનાવેલી રણનીતિ નીચે નહીં પરંતુ અચાનક ઉતાર્યા છે. ભાજપે જીંદથી પંજાબી કાર્ડ ખેલ્યું તો જાટ કાર્ડનો તર્ક આપ્યો હતો તો કૉંગ્રેસે જાટ અને અપક્ષ ધારાસભ્ય જયપ્રકાશ જેપીના પુત્રનું નામ નક્કી કર્યું હતું. પરંતુ રાહુલ ગાંધીએ સુરજેવાલાને ઉમેદવાર બનાવવાનું ફરમાન સંભળાવી દીધું.

સુરજેવાલાના ઉમેદવાર બનાવીને કૉંગ્રેસે મોટો દાવ રમ્યો છે. નોમિનેશન કરવાના એક જ દિવસ પહેલા કૉંગ્રેસે આ જાહેરાત કરી છે. દિલચસ્પ વાત એ છે કે સુરજેવાલા પહેલેથી જ કૈથલથી ધારાસભ્ય છે. 2019 લોકસભાની ચૂંટણી પહેલા મહત્વની એવી આ ચૂંટણીમાં કૉંગ્રેસ કોઈ એવા નેતાને ઉતારવા માંગતું હતું જે જીતી શકે. જેને લઈને રાહુલ ગાંધીએ દિગ્ગજ કૉંગ્રેસ નેતા સુરજેવાલા પર પસંદ ઉતારી છે.

આ પણ વાંચોઃ નાના વેપારીઓને મળી મોટી રાહતઃ 40 લાખ સુધીના ટર્નઑવરને GSTમાંથી મુક્તિ

મહત્વનું છે કે જીંદ બેઠકથી ધારાસભ્ય હરિચંદ મિડ્ઢાનું નિધન થતા બેઠક ખાલી પડી છે. જે બાદ પેટા ચૂંટણી થઈ રહી છે. જીંદમાં પેટાચૂંટણી માટે 28 જાન્યુઆરીએ મતદાન થવાનું છે જ્યારે પરિણામો 31 જાન્યુઆરીએ આવશે.

rahul gandhi national news congress