ગાંધી પરિવાર સાથે સીધા સંપર્કમાં નથી સચિન પાઇલટ- કૉંગ્રેસ સૂત્ર

13 July, 2020 07:42 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગાંધી પરિવાર સાથે સીધા સંપર્કમાં નથી સચિન પાઇલટ- કૉંગ્રેસ સૂત્ર

સચિન પાઇલટ અને રાહુલ ગાંધી

રાજસ્થાનમાં ચાલતાં રાજકીય સંકટ દરમિયાન કૉંગ્રેસના સૂત્રોનો એ દાવો છે કે સચિન પાઇટલ ગાંધી પરિવાર સાથે સીધા સંપર્કમાં નથી અને તે હજી પણ ભાજપ સાથે વાત કરી રહ્યા છે. એક નેતાએ જણાવ્યું કે, "સચિન પાઇલટ ગાંધી પરિવારના કોઇપણ સભ્ય સાથે સીધા સંપર્કમાં નથી." સૂત્રોએ એ પણ કહ્યું કે આ વાતચીત ફક્ત અને ફક્ત મીડિયાના માધ્યમે થઈ રહી છે. જો કે સચિન પાઇલટે ભાજપ સાથે જોડાવાની ચર્ચાને ફગાલવી દીધી છે.

તેમણે કહ્યું કે, "કૉંગ્રેસ સમજે છે કે હજી પણ તે ભાજપના સંપર્કમાં છે અને તેમના ના પાડવા છતાં તેમની સાથે વાતચીત કરી રહ્યા છે." જો કે પાર્ટીએ કહ્યું કે તે હજી પણ તેમની વાત સાંભળવા અને તેમના સુધી પહોંચવા માટે તૈયાર છે.

નોંધનીય છે કે આજે જ થોડો સમય પહેલા એવા પણ સમાચાર હતા કે સચિન પાઇલટે આજે સાંજે રાહુલ ગાંધી સાથેની મુલાકાતનું ખંડન કર્યું. મીડિયામાં ચર્ચા હતી કે તેઓ આજે સાંજે રાહુલ ગાંધીને મળવાના હતા જો કે તેમણે આ ચર્ચાનું ખંડન કર્યું હતું. આ પહેલા મોટી સંખ્યામાં કૉંગ્રેસ વિધેયક મુખ્યમંત્રી આવાસ પર પહોંચ્યા હતા. વિધાયક દળની બેઠક સવારે 10.30 વાગ્યે થવાની હતી જે 12 વાગ્યા પછી શરૂ થઈ. અહીં સીએમ ગેહલોતનું સમર્થન કરવા કૉંગ્રેસના વિધેયકોની સાથે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોકલવામાં આવેલા કૉંગ્રેસના નેતાઓ પણ જોવા મળ્યા હતા. બધાં નેતાઓએ ત્યાં મીડિયા તરફ વિજયી મુદ્રાના સંકેત આપ્યા.

કૉંગ્રેસ સતત આ વાતનો દાવો કરી રહી છે કે રાજસ્થાનમાં ગેહલોત સરકારને કોઇ જોખમ નથી. આ ઘટનાને પાઇલટ વિરુદ્ધ શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. આ તમામ અટકળો દરમિયાન સચિન પાઇલટે સ્પષ્ટ કરી દીધું કે તે ભાજપમાં સામેલ નહીં થાય.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ સૂત્ર જણાવે છે કે સચિન પાઇલટ માર્ચથી લઈને અત્યાર સુધી ત્રણ વાર સીએમ બનવાનો પ્રયત્ન કરી ચૂક્યા છે, અને આ માટે તેમને બહારથી ભાજપનું સમર્થન મળી રહ્યું છે. સૂત્રો પ્રમાણે સચિન પાઇલટે જે સમસ્યાઓ દર્શાવી છે તે યોગ્ય છે અને પાર્ટી તે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયત્ન કરશે. એટલું જ નહીં પાર્ટી પાઇલટના સમર્થનમાં જતા વિધેયકોને તેમની પસંદ પ્રમાણેના કેબિનેટ અને કૉર્પોરેશન્સની જવાબદારી પણ સોંપી શકે છે. અને પાર્ટીના દરવાજા પાઇલટ માટે હંમેશાં ખુલ્લા છે.

national news sachin pilot congress bharatiya janata party