મોબાઈલ ગેમ રમતા રમતા 12 વર્ષના બાળકનો આપઘાત

20 June, 2019 05:49 PM IST  |  કોટા, રાજસ્થાન

મોબાઈલ ગેમ રમતા રમતા 12 વર્ષના બાળકનો આપઘાત

મોબાઈલ ગેમિંગને લઈ વધુ એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. રાજસ્થાનના 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમ રમતા મરતા આપઘાત કર્યો હોવાનો કિસ્સો બન્યો છે. મળતી માહિતી પ્રમાણે ઘટના રાજસ્થાનના કોટાની છે, જ્યાં કથિત રીતે 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમ રમતા સમયે ફાંસી લગાવી દીધી. ઘટના કંઈક એવી હતી કે સોમવાર રાત્રે કુશલ નામનો બાળક પોતાના રૂમમાં એકલો બેઠો હતો, અને ગેમ રમી રહ્યો હતો. આ ગેમ રમતા રમતા જ તેણે બાથરૂમમાં જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

જો કે આ ઘટનામાં એક ચોંકાવનારી વાત એ છે કે 12 વર્ષના કુશાલે આપઘાત કરતા પહેલા હાથમાં બંગડીઓ પહેરી અને ગળામાં મંગલસૂત્ર પહેર્યું હતું. ત્યારબાદ બાથરૂમમાં જઈ તેણે ફાંસીનો ફંદો બનાવી જીવન ટુંકાવી દીધુ.

રાજસ્થાનના કોટામાં મોબાઈલ ગેમ રમતા રમતા આપઘાત કરવાનો આ પહેલો કિસ્સો છે. જો કે કુશાલ કઈ ગેમ રમતો હતો તેનો ખુલાસો નથી થયો. પરિવારે આપેલી માહિતી પ્રમાણે 12 વર્ષનો બાળક બ્લૂ વ્હેલ જેવી કોઈ ઓનલાઈન ગેમ રમતો હતો. સ્કૂલમાં રજાઓ ચાલી રહી હતી, જેથી તે લાંબો સમય ગેમ રમ્યા કરતો હતો. સોમવાર રાત્રે જમ્યા બાદ કુશલ પોતાના રૂમમાયો હતો. પરંતુ સવારે જ્યારે તેના પરિવારજનોએ તેને ઉઠાડવા માટે રૂમમાં પહોંચ્યા તો, તે રૂમમાં ન હતો. બાદમાં તેના માતાપિતાએ તપાસ કરી તો બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. ઘણી બૂમો પાડી પરંતુ બાથરૂમનો દરવાજો ન ખોલતા પરિવારજનોએ ઘણો પ્રયત્ન કરી આખરે દરવાજો તોડ્યો, તો અંદર કુશાલનો મૃતદેહ લટકી રહ્યો હતો, અને તેના હાથમાં બંગડીઓ અને ગળામાં મંગળસૂત્ર હતું.

આ પણ વાંચોઃ PG છેડતી કેસઃયુવતીનો ખુલાસો,'હું દવા લઈને સુઈ ગઈ હતી, CCTV જોઈને ખબર પડી'

આ ચોંકાવનારી ઘટના મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હજુ સુધી એ નથી ખબર પડી કે, કુશાલ કઈં ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો. પોલીસ અનુસાર, મોતનું કારણ પણ સ્પષ્ટ નથી. તપાસ બાદ જ ખબર પડશે કે, કોઈ ગેમના કારણે કુશાલે આપઘાત કર્યો છે કે નહીં. સાથે જ આફગાત કરતા પહેલા કુશાલે બંગડી અને મંગળસૂત્ર કેમ પહેર્યું તેનો પણ ખુલાસો નથી થયો.

national news rajasthan Crime News