Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > PG છેડતી કેસઃયુવતીનો ખુલાસો,'હું દવા પી સુઈ ગઈ હતી,CCTV જોઈને ખબર પડી'

PG છેડતી કેસઃયુવતીનો ખુલાસો,'હું દવા પી સુઈ ગઈ હતી,CCTV જોઈને ખબર પડી'

20 June, 2019 08:58 AM IST | અમદાવાદ

PG છેડતી કેસઃયુવતીનો ખુલાસો,'હું દવા પી સુઈ ગઈ હતી,CCTV જોઈને ખબર પડી'

PG છેડતી કેસઃયુવતીનો ખુલાસો,'હું દવા પી સુઈ ગઈ હતી,CCTV જોઈને ખબર પડી'


અમદાવાદમાં પીજી છેડતી કેસમાં નવી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સતત એક સવાલ ચર્ચાઈ રહ્યો હતો કે યુવકે આટલી વાર સુધી અશ્લીલ હરકતો કરી હોવા છતાંય યુવતી જાગી કેમ નહીં ? યુવતીએ પોલીસ ફરિયાદ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. યુવતીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે કે તે દવા લઈને સુઈ ગઈ હતી, પરિણામે તેને ઘટનાનો ખ્યાલ ન આવ્યો.

યુવતીએ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યા મુજબ તે એક મહિનાથી સંસ્કાર પીજી અને હોસ્ટેલમાં ઘરકામ કરે છે. 14 જૂને તેને શરદી અને ઉધરસ થઈ હતી, પરિણામે તે દવા લઈને સૂઈ ગઈ હતી. રાત્રે પોણા એક વાગે ફ્લેટની યુવતીઓએ તેને જગાડીને તેની સાથે યુવકે અશ્લીલ હરકતો કરી હોવાની જાણ કરી હતી. આ યુવતીએ ફરિયાદમાં લખાવ્યા પ્રમાણે,'પીજીના માલિક સન્નીભાઈને બોલાવી અને ફ્લેટના હોલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ બતાવ્યાં. જેમાં હું જ્યારે ઊંઘમાં હતી ત્યારે આશરે 12.45 વાગ્યાની આસપાસ એક અજાણ્યા ઇસમે અમારા ફ્લેટમાં દરવાજાથી પ્રવેશ કરી મારી સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ મને બધાએ કહ્યું કે, આ બનાવની ફરિયાદ પોલીસમાં લખાવીએ, પરંતુ મેં કહ્યું મને કાંઈ થયું નથી. જેથી મારે આ બનાવની ફરિયાદ કરવી નથી તેમ કહ્યું. અમારા પી.જી.માં રહેતા એક બહેને તેમના કોઈ ઓળખીતાને આ બનાવની જાણ કરતા તેમજ ટીવી ચેનલ પર આ બનાવ બાબતે આવતા હું આ બનાવની ફરિયાદ લખાવવા માટે નવરંગપુરા પોલીસે સ્ટેશનમાં આવી છું.''



ઉલ્લેખનીય છે કે પીજીમાં અડપલાંની ઘટના અમદાવાદના સી જી રોડ વિસ્તારની છે. જ્યાં છ દિવસ પહેલા સેન્ટ ઝેવિયર્સ કોલેજ રોડ પર આવેલા સંસ્કાર પીજીમાં આરોપી યુવક મોડી રાત્રે પીજીના ફ્લેટમાં ઘૂસી ગયો હતો. સીસીટીવી ફૂટેજ પ્રમાણે ડ્રોઈંગ રૂમમાં સૂતેલી યુવતી સાથે છેઢછાડ અને અશ્લીલ હરકતો કરી હતી. એટલું જ નહીં સૂતેલી યુવતીની સામે જ હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. આ દરમિયાન જ પીજીની અન્ય એક યુવતી જાગી જતા આ યુવ ફરાર થઈ ગયો હતો.


આ પણ વાંચોઃ પીજીમાં યુવતી સાથે અશ્લીલ હરકતો મામલે ક્રાઈમ બ્રાંચે શરૂ કરી તપાસ

આ મામલાએ ચકચાર જગાવ્યા બાદ પોલીસે આરોપી યુવક ભાવિન શાહની ગઈકાલે જ ધરપકડ કરી લીધી હતી. આ યુવક જાણીતી ફૂડ ડિલીવરી ચેઇનનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે. તે આ પહેલા પણ ઘણીવાર ફૂડ ડિલીવરી કરવા આ પીજીમાં આવ્યો છે. સઘન તપાસનાં અંતે પોલીસે ભાવિનને ચાંદખેડામાં ડિલીવરી કરતાં ઝડપી લીધો હતો


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2019 08:58 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK