દિલ્હીમાં વરસાદે ૪૬ વર્ષનો રેકૉર્ડ તોડ્યો

12 September, 2021 01:20 PM IST  |  New Delhi | Agency

શેરીઓમાં તેમ જ ઍરપોર્ટના રનવે પર પાણી ભરાયાં હતાં. છેલ્લાં ૪૬ વર્ષમાં દિલ્હીનો એક સીઝનનો આ સૌથી વધુ વરસાદ છે.

દિલ્હીમાં વરસાદે ૪૬ વર્ષનો રેકૉર્ડ તોડ્યો

રાજધાની દિલ્હીમાં ગઈ કાલે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડતાં આખું શહેર જાણે પાણીમાં ડૂબી રહ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. શેરીઓમાં તેમ જ ઍરપોર્ટના રનવે પર પાણી ભરાયાં હતાં. છેલ્લાં ૪૬ વર્ષમાં દિલ્હીનો એક સીઝનનો આ સૌથી વધુ વરસાદ છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દિલ્હીમાં ચોમાસામાં ૬૫૦ મિલીમીટર (એમ.એમ.) જેટલો એટલે કે ૨૬ ઇંચ વરસાદ પડતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૧૧૦૦ એમ.એમ. (૪૪ ઇંચ)થી પણ વધુ વરસાદ પડ્યો છે, જે છેલ્લાં ૪૬ વર્ષમાં સૌથી વધુ અને ગયા વર્ષની તુલનાએ બમણો છે.

પાટનગર દિલ્હીના ઇન્ટરનેશનલ અૅરપોર્ટમાં ગઈ કાલે ભારે વરસાદને કારણે પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું. શહેરના અનેક માગોર઼્ અને રહેણાંક તથા કમર્શિયલ વિસ્તારો પણ પાણી-પાણી હતા.  પી.ટી.આઇ.

national news new delhi