રેલવેએ કોવિડમાં 1952 કર્મચારી ગુમાવ્યા : રોજ 1000 સ્ટાફ-મેમ્બરો સંક્રમિત થાય છે

11 May, 2021 01:38 PM IST  |  New Delhi | Agency

અત્યાર સુધીમાં ભારતીય રેલવેના ૧૯૫૨ કર્મચારીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે અને આશરે ૧૦૦૦ જેટલા કર્મચારીઓ દૈનિક ધોરણે સંક્રમિત થઈ રહ્યા છે એમ એક સિનિયર અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધીમાં ભારતીય રેલવેના ૧૯૫૨ કર્મચારીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે અને આશરે ૧૦૦૦ જેટલા કર્મચારીઓ દૈનિક ધોરણે સંક્રમિત થઈ રહ્યા છે એમ એક સિનિયર અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.

રેલવે ૧૩ લાખ કર્મચારીઓ સાથે માત્ર દેશમાં જ નહીં બલકે વિશ્વના અગ્રેસર એમ્પ્લોયર્સ (નોકરીદાતા)માં સ્થાન ધરાવે છે. રેલવે બોર્ડના ચૅરમૅન સુનીત શર્માએ જણાવ્યું હતું કે ‘રેલવે અન્ય કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશથી અલગ નથી અને અમને પણ કોરોનાના કેસો મળે છે. અમે પરિવહનના વ્યવસાયમાં છીએ અને લોકો તથા સામાનનું વહન કરીએ છીએ. કોરોનાના આશરે ૧૦૦૦ કેસ રોજ નોંધાય છે.’

national news coronavirus covid19 indian railways