જો ભીડના કારણે ટ્રેન ચૂકશો તો રેલવે આપશે વળતર, પાછું આપશે ભાડું

01 November, 2019 07:38 PM IST  |  મુંબઈ

જો ભીડના કારણે ટ્રેન ચૂકશો તો રેલવે આપશે વળતર, પાછું આપશે ભાડું

ભીડના કારણે ટ્રેન ચૂકશો તો મળશે વળતર


જો તમારી પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ છે અને સ્ટેશનમાં ભીડ હોવાના કારણે ટ્રેનમાં નથી ચડી શક્યા અને તમારી ટ્રેન ચૂકી જાઓ છો તો તમારે ગભરાવાની જરૂર નથી. આવી સ્થિતિમાં તમારું ભાડું વ્યર્થ નહીં જાય અને રેલવેએ તેમને પુરું ભાડું પાછું આપવું પડશે. આ સિવાય જો ભીડભાડ વાળી ટ્રેનમાં ચડતા સમયે તમને કોઈપણ પ્રકારનું નુકશાન થયું છે, તો રેલવે તેવું વળતર પણ આપશે.

આ મામલામાં સુપ્રીમ કોર્ટના વકીલ ઉપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે જે યાત્રી પાસે કન્ફર્મ ટિકિટ છે, તેને તેના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી રેલવેની છે. રેલવેની એ પણ જવાબદારી હોય છે કે તે મુસાફરને તેની રિઝર્વ્ડ સીટ સુધી પહોંચાડે. જો ભીડભાડ કે કોઈ અવ્યવ્સ્થાના કારણે ટ્રેનમાં નથી ચડી શકતો અને પોતાની સીટ સુધી નથી પહોંચી શકતો, તો તેના માટે રેલવે જવાબદાર છે.

ક્યાં ક્યાં કરી શકો છો કેસ?
સુપ્રીમ કોર્ટના વકીલ ઉપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે રેલવે સાથે જોડાયેલા મામલા માટે રેલવે કલેઈમ્સ ટ્રિબ્યૂનલની રચના કરવામાં આવી છે. આવા મામલામાં મુસાફર રેલવે ક્લેમ્સ ટ્રિબ્યૂનલનો દરવાજો ખખડાવી શકે છે. આ સિવાય મુસાફર પાસે કન્ઝ્યૂમર ફોરમમાં જવાનો પણ અધિકાર છે.

જો મુસાફરનો દાવો સાચો નીકળે છે કે, રેલવેની સામે ફોરમ નિર્ણય સંભળાવી શકે છે. રેલવે કલેઈમ્સ ટ્રિબ્યૂનલ અને કન્ઝ્યૂમર ફોરમને મુસાફરને ટિકિટના પૈસા પાછા આપવાની સાથે સાથે સારું એવું વળતર પણ આપી શકે છે.

આ પણ જુઓઃ Cyclone Maha Update : 'મહા' વાવાઝોડાની અસરઃ મુંબઈમાં શરૂ થયો વરસાદ

સુપ્રીમ કોર્ટના વકીલ ઉપેન્દ્ર મિશ્રાનું એ પણ કહેવું છે કે જો મુસાફર રેલવે ટ્રિબ્યૂનલના નિર્ણયથી સંતુષ્ટ નથી, તો તે મામલાની અપીલ હાઈકોર્ટમાં કરી શકે છે. આ જ રીતે કંઝ્યૂમર ફોરમના નિર્ણયથી અસંતુષ્ટ હશે તો સ્ટેટ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રિડ્રેસલ કમિશનમાં અપીલ કરી શકાય છે.

western railway national news