૩૦૦૦ કિલો હેરોઇન જપ્તીના કેસમાં ૮ શહેરોમાં રેઇડ, ૮ શકમંદોની ધરપકડ

24 September, 2021 12:41 PM IST  |  New Delhi | Agency

પકડાયેલા ત્રણ ભારતીયોમાં એમ. સુધાકર અને તેની પત્ની દુર્ગા વૈશાલીનો સમાવેશ છે. તેઓ વિજયવાડામાં ડ્રગ્સની હેરાફેરી સંબંધમાં આશી ટ્રેડિંગ કંપની ચલાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં કચ્છના મુંદરા બંદરેથી ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતનું જે ૩૦૦૦ કિલો જેટલું હેરોઇન મળી આવ્યું એ સંબંધમાં ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે દેશનાં આઠ શહેરોમાં દરોડા પાડ્યા છે અને એમાં ૮ જણની ધરપકડ કરાઈ છે. પકડાયેલાઓમાં ચાર જણ અફઘાનિસ્તાનના અને એક ઉઝબેકિસ્તાનનો નાગરિક છે.
આ દરોડા દિલ્હી, નોઇડા, ચેન્નઈ, કોઇમ્બતુર, અમદાવાદ, માંડવી, ગાંધીધામ અને વિજયવાડામાં પાડવામાં આવ્યા છે. પકડાયેલા ત્રણ ભારતીયોમાં એમ. સુધાકર અને તેની પત્ની દુર્ગા વૈશાલીનો સમાવેશ છે. તેઓ વિજયવાડામાં ડ્રગ્સની હેરાફેરી સંબંધમાં આશી ટ્રેડિંગ કંપની ચલાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

national news new delhi