Hathras: રાહુલ-પ્રિયંકા રવાના, UP સીમા પર પોલીસ દળ તૈનાત

01 October, 2020 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Hathras: રાહુલ-પ્રિયંકા રવાના, UP સીમા પર પોલીસ દળ તૈનાત

રાહુલ ગાંધી અને પ્રિયંકા ચોપરા

ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત છોકરી સાથે થયેલી હેવાનિયતની ઘટના થકી આખા દેશમાં આક્રોશ છે સાથે જ રાજકારણ પણ ગરમાયું છે. આ દરમિયા ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી આજે હાથરસનો પ્રવાસ કરી શકે છે, તો પ્રિયંકા અને રાહુલના હાથરસ આવવાના સમાચાર મળતાં જ સીમાઓ સીલ કરી દેવામાં આવી છે જ્યારે દિલ્હી-નોએડા-દિલ્હી (ડીએનડી) ફ્લાયઓવર પર ભારે સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

હાથરસમાં ધારો 144 લાગૂ

હાથરસના ડીએમ પ્રવીણ કુમાર લક્ષકારે જણાવ્યું કે જિલ્લાની બધી સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. સાથે જ આખા જિલ્લાની સીઆરપીસીની ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત પાંચથી વધારે લોકોને એક જગ્યાએ એકઠા થવાની પરવાનગી નથી. તેમણે જણાવ્યું કે અમને પ્રિયંકા ગાંધીના આવવાની માહિતી નથી. એસઆઇટી આજે પીડિત પરિવારના સભ્યો સાથે મુલાકાત કરશે, મીડિયાને પરવાનગી આપવામાં નહીં આવે.

જણાવવાનું કે ગેન્ગ રેપ અને બર્બરતાનો શિકાર થયેલી 20 વર્ષની પીડિતાનું મંગળવારે સારવાર દરમિયાન નિધન થઈ ગયું. ત્યાર પછી યૂપી પોલીસે મંગળવારે મોડી રાતે અંધારામાં પરિવારની હાજરી વગર જ પીડિતાનું અંતિમ સંસ્કાર કરવા અંગે આખા દેશમાં આક્રોશ ફેલાયેલા છો. આ ઘટના પછી રાહુલ અને પ્રિયંકા સતત યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર જવાબ મામલે પ્રહાર કરી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે યૂપી પોલીસની આ શરમજનક હરકત દલિતોને દબાવવા માટે અને તેમને 'તેમનું સ્થાન' બતાવવા માટે છે. અમારી લડાઇ આવી વિચારધારા વિરુદ્ધ છે. તો, પ્રિયંકા ગાંધીએ સીએમ યોગી આદિત્યનાથ પાસે રાજીનામાની માગ કરતા કહ્યું કે યૂપીના મુખ્યમંત્રીને કેટલાક સવાલ પૂછવા માગું છું. પરિવારજનો પાસેથી જબરજસ્તી છીનવીને પીડિતાના મૃતદેહનું દાહ સંસ્કારના આદેશ કોણે આપ્યા હતા? છેલ્લા 14 દિવસથી ક્યાં સૂતા હતા તમે? કેમ કોઇ એક્શન ન લીધા? અને ક્યાં સુધી ચાલશે આ બધું? કેવા મુખ્યમંત્રી છો તમે?

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે યૂપી સરકાર અને DGPને નોટિસ મોકલી
હાથરસની દીકરી સાથે ગેન્ગરેપ અને મૃત્યુ મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે એક્શન લીધા છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ઉત્તર પ્રદેશ સરકાર, વિસ્તારના મુખ્ય પોલીસને આ મામલે નોટિસ મોકલવામાં આવી છે. આયોગે આ મામલે જવાબ આપવા ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. બુધવારે અધિકારીઓએ આ માહિતી આપી.

uttar pradesh priyanka gandhi rahul gandhi national news