Rafale Deal: રાહુલનો આરોપ- રાફેલની ફાઈલમાં PM-PMOનું નામ

08 March, 2019 10:47 AM IST  |  નવી દિલ્હી

Rafale Deal: રાહુલનો આરોપ- રાફેલની ફાઈલમાં PM-PMOનું નામ

રાફેલ મામલે રાહુલના પ્રહાર

સુપ્રીમ કોર્ટમાં સરકારે રાફેલ મામલા સાથે જોડાયેલા કેટલાક પેપર્સ લીક થયા હોવાનો સ્વીકાર કર્યા બાદ ભાજપ બેકફૂટ પર નજર આવી રહ્યું છે. અને કોંગ્રેસને મોદી સરકાર પર વધુ એક હુમલો કરવાનો મોકો મળી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. રાહુલે સવાલ ઉઠાવ્યો કે આખરે રાફેલ સાથે જોડાયેલી ફાઈલો ક્યાં ગાયબ થઈ ગઈ?

રાહુલે કહ્યું કે, 'આ દેશની તમામ સંસ્થાઓ બસ એ પ્રયાસ કરી રહી છે કે ચોકીદારને કેમ બચાવી શકાય. એક નવી લાઈન નીકળી છે 'ગાયબ થઈ ગયું', 2 કરોડ યુવાનોની રોજગારી ગાયબ થઈ ગઈ, ખેડૂતોના સાચા ભાવ, ડોકલામ ગાયબ થઈ ગયું, જીએસટીથી ફાયદો ગાયબ થઈ ગયો, રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ.'

રાહુલે કહ્યું કે પેપર્સ ગાયબ થયા છે તેનો મતલબ એ છેકે કાગળમાં કોઈને કોઈ સત્ય તો જરૂર હતું. આ પેપર્સમાં સાફ લખવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી રક્ષા સોદામાં સમાંતર સોદો કરી રહ્યા હતા, હવે આ વાત તમામ લોકો કરી રહ્યા છે. તેમણે કહ્યું રાફેલ ડીલમાં નરેન્દ્ર મોદીએ બાઈપાસ સર્જરી કરી છે. આ સરકારના રાજમાં રોજગાર-ખેડૂતોના મુદ્દાની સાથે રાફેલની ફાઈલો પણ ગાયબ છે. મોદી સરકારનું કામ ગાયબ કરવાનું છે. તેમણે કહ્યું કે જેમનું નામ કાગળમાં છે. તેમના પર કાર્રવાઈ થવી જોઈએ.

વડાપ્રધાન મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તમારે જેના પર કાર્રવાઈ કરવાની છે કરો, પરંતુ વડાપ્રધાન મોદી પર પણ કાર્રવાઈ કરવી જોઈએ. વડાપ્રધાને જ સીબીઆઈના ચીફને અડધી રાત્રે પદ પરથી હટાવ્યા હતા, જે બાદ સુપ્રીમ કોર્ટે પણ ફટકાર લગાવી હતી.

આ પણ વાંચોઃ રાફેલસોદામાં મોદીની ગુનાહિત સંડોવણીના પુરાવા ધરાવતી ફાઇલો ચોરાઈ: રાહુલ

મહત્વનું છે કે રાફેલ લડાયક વિમાનના મામલામાં રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અટૉર્ની જનરલ કેકે વેણુગોપાલ રાવે સ્વીકાર કર્યો હતો કે રક્ષા મંત્રાલયમાંથી રાફેલ સાથે જોડાયેલા પેપર્સ ચોરી કરવામાં આવ્યા છે. જે બાદ કોંગ્રેસ ફ્રન્ટ ફૂટ પર છે.

supreme court narendra modi rahul gandhi