પાઇલટ માટે કૉંગ્રેસના દ્વાર ખુલ્લા રાખવા માગે છે રાહુલ ગાંધી:સૂત્ર

16 July, 2020 12:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પાઇલટ માટે કૉંગ્રેસના દ્વાર ખુલ્લા રાખવા માગે છે રાહુલ ગાંધી:સૂત્ર

સચિન પાઇલટ

રાજસ્થાન(Rajasthan)માં રાજકારણીય ઘમાસાણ હજી અત્ચારે તો અટક્યું હોય એવું લાગે છે પણ હજી આના પ્રમુખ પાત્ર એટલે કે સચિન પાઇલટ(Sachin Pilot) સ્થિતિને લઈને સ્પષ્ટ નથી. સચિન પાઇલટ(Sachin pilot)ને રાજસ્થાન(Rajasthan)ના ઉપ-મુખ્યમંત્રી અને કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે પણ કૉંગ્રેસ સૂત્રોએ બુધવારે એક સમાચાર એજન્સીને જણાવ્યું કે રાહુલ ગાંધી હજી પણ પાઇલટ માટે કૉંગ્રેસના દરવાજા ખુલ્લા રાખવા માગે છે. આ પહેલા સચિન પાઇલટ સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તે ભાજપમાં નહીં જોડાય. ગાંધી પરિવાર સામે તેમની છબિ ખરાબ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે.

કૉંગ્રેસ સૂત્રોએ એ પણ જણાવ્યું કે પાર્ટીએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને કહ્યું કે તે પોતાના પૂર્વ ડિપ્ટી સીએમ વિરુદ્ધ નિવેદનમાં નરમાશ લાવે. આ પહેલા અશોક ગેહલોતે કહ્યું હતું કે તેમની પાસે એવા પુરાવા છે કે સચિન પાઇલટ બીજેપી સાથે મળીને તેમી સરકાર પાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાઇલટ પર નિશાન સાધતા કહ્યું હતું, "પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પૂર્વ અધ્યક્ષ ભાજપ સાથે ડીલ કરી રહ્યા હતા. મારી પાસે આ બાબતે પુરાવા પણ છે." તો સમાચાર એજન્સીએ એનઆઇ પ્રમાણે, ગેહલોતે કહ્યું કે જયપુરમાં વિધેયકોની ડીલ થઈ રહી હતી, અમારી પાસે પુરાવા છે. અમે લોકોને 10 દિવસ એક હોટેલમાં રાખ્યા જો અમે એવું ન કર્યું હોત તો મધ્યપ્રદેશમાં થયું હોત તે અહીં પણ કરવામાં આવ્યું હોત.

રાજસ્થાન કૉન્ગ્રેસ અધ્યક્ષ અને ઉપ-મુખ્ય પ્રધાન પદથી હટાવ્યા બાદ સચિન પાઇલટે પોતાનું મૌન તોડ્યું છે. એક વાતચીતમાં સચિન પાઇલટે કહ્યું કે હું ૧૦૦ વાર કહી ચૂક્યો છું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં સામેલ નથી થઈ રહ્યો. છેલ્લાં ૫ વર્ષ દરમિયાન મેં બીજેપીની વિરુદ્ધ લાંબી લડાઈ લડી છે. સચિન પાઇલટે કહ્યું કે ‘મેં રાજસ્થાન કૉન્ગ્રેસનો ભાગ રહેતા બીજેપીની વિરુદ્ધ લડાઈ લડી છે અને રાજસ્થાનમાં કૉન્ગ્રેસ બનાવરાવી છે. જો કોઈ વ્યક્તિ અથવા પાર્ટી રાજદ્વારી ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહી છે તો એ ન માની શકાય કે હું તેમની સાથે જોડાઈ શકીશ.’
સચિન પાઇલટે કહ્યું કે ‘જે લોકો કહી રહ્યા છે કે હું બીજેપીમાં સામેલ થવાનો છું, તેઓ મારી છબિને ઝાંખી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેં ઉશ્કેરણી અને પદ છીનવ્યા બાદ પાર્ટીની વિરુદ્ધ એક પણ શબ્દ નથી કહ્યો. અમે ભવિષ્ય માટે અમારી રણનીતિ બનાવવા માટે જઈ રહ્યા છીએ.’ પાઇલટે કહ્યું કે ‘મેં ૧૦૦ વાર કહ્યું છે કે હું બીજેપીમાં સામેલ નથી થઈ રહ્યો. દિલ્હીમાં બેઠેલા લોકોના મગજમાં નાખવા માટે વિરોધ કૅમ્પના લોકો દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. હું ઉતાવળ અને ચાલાકી નથી કરવા ઇચ્છતો.’

ભવિષ્યને લઈને પ્રશ્ન પૂછવા પર સચિન પાઇલટે કહ્યું કે ‘થોડોક માહોલ શાંત થવા દો. અત્યારે ૨૪ કલાક પણ નથી થયા. હું હજી પણ કૉન્ગ્રેસ કાર્યકર્તા છું. મારે મારા સમર્થકો સાથે મારાં પગલાં પર ચર્ચા કરવી છે. હું પહેલાં જ સ્પષ્ટ કરી દેવા ઇચ્છુ છું કે બીજેપી જૉઇન નથી કરી રહ્યો.’

કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ અથવા રાહુલ ગાંધીથી વાતચીતના પ્રશ્ન પર સચિન પાઇલટે કહ્યું કે રાહુલ ગાંધી હવે કૉન્ગ્રેસ અધ્યક્ષ નથી.

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પર ધારાસભ્યોની ખરીદીનો આરોપ લગાવ્યો છે. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે અમારા ડેપ્યુટી સીએમ સચિન પાઇલટ ખુદ રાજસ્થાન સરકાર પાડવાની ડીલ કરી રહ્યા હતા. અમારા ધારાસભ્યોને પૈસાની લાલચ આપવામાં આવી રહી છે. મારી પાસે પુરાવા છે. લોકશાહીને ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સચિન પાઇલટ પર પ્રહાર કરતાં અશોક ગેહલોતે કહ્યું કે અમારે અમારા ધારાસભ્યોને ૧૦ દિવસ સુધી હોટેલમાં રાખવા પડ્યા છે. જો એ સમયે અમે ન રાખ્યા હોત તો ગઈ કાલે જે ખેલ થયો છે એ તે સમયે થવાનો હતો. રાત્રે બે વાગ્યે લોકોને મોકલવામાં આવી રહ્યા હતા. ખુદ ષડયંત્રમાં સામેલ નેતા સ્પષ્ટતા આપી રહ્યા હતા.

સીએમ અશોક ગેહલોતે કહ્યું કે અમારા ડેપ્યુટી સીએમ હોય અથવા પીસીસી ચીફ, તેમની પાસે જ્યારે ધારાસભ્યોની ખરીદીની જાણકારી માગવામાં આવી તો સ્પષ્ટતા આપી રહ્યા છે. આ ખુદ ષડયંત્રમાં સામેલ હતા. દિલ્હીમાં બેઠેલા લોકોએ સરકાર પાડવાનું ષડયંત્ર રચ્યું. તેમણે મીડિયા સામે કહ્યું કે ૨૦ કરોડ રૂપિયાનો સોદો કરવામાં આવી રહ્યો હતો. પ્રૂફ છે. તેઓ ષડયંત્રનો ભાગ હતા. સચિન પાઇલટ લીડ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે સારું ઇંગ્લિશ બોલવું, સ્માઇલ આપવી આ પૂરતું નથી. દેશમાં હૉર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું છે. આ દેશને બરબાદ કરશે. શું મીડિયાને દેખાતું નથી? તેમણે કહ્યું કે ‘સોનાની છરી પેટમાં ખાવા માટે નથી હોતી.’

સીએમ અશોક ગેહલોતે કહ્યું કહ્યું કે ‘આજે સીબીઆઇ, ઇન્કમ-ટૅક્સ, ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. હું તો ત્રીજી વાર મુખ્ય પ્રધાન બન્યો છું. ૪૦ વર્ષની રાજનીતિ થઈ ગઈ. અમે તો નવી પેઢીને તૈયાર કરીએ છીએ. આવનારી કાલ તેમની છે. અમને પણ ઘણા ઘસવામાં આવ્યા હતા. ૪૦ વર્ષ સુધી જેમણે સંઘર્ષ કર્યો, તેઓ આજે મુખ્ય પ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને પાર્ટીની ટોચ પર છે.’

national news indian politics rahul gandhi congress sachin pilot Ashok Gehlot