રાહુલ ગાંધીની જીભ લપસી, આતંકવાદી સંગઠનના વડાને કહ્યો મસૂદ અઝહરજી

12 March, 2019 07:30 AM IST  | 

રાહુલ ગાંધીની જીભ લપસી, આતંકવાદી સંગઠનના વડાને કહ્યો મસૂદ અઝહરજી

રાહુલ ગાંધી

દિલ્હીમાં કૉંગ્રેસના કાર્યક્રમ ‘મેરા બૂથ, મેરા ગૌરવ’માં ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની જીભ લપસી ગઈ હતી અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનના સ્થાપક અને પુલવામા આંતકી હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને ’મસૂદ અઝહરજી’ કહીને સન્માન સાથે એક વાર ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધીએ મસૂદ જેવા શેતાની આતંકવાદી માટે માનવાચક સંબોધનથી કહેલા શબ્દોનો વિડિયો ટ્વિટર પર ગણતરીની મિનિટોમાં વાઇરલ થઈ રહ્યો છે.

ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ તેમ જ પ્રધાનોએ પણ રાહુલના પાંચ સેકન્ડના વિડિયોને ટ્વિટર હૅન્ડલ પર મૂકીને રાહુલ ગાંધીની માનસિકતાને ઉજાગર કરવાનું શરૂ કર્યું છે.

રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું હતું કે ‘આપ લોકોને યાદ જ હશે કે પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને કોણે મુક્ત કર્યો? આ ૫૬ ઇંચની છાતીવાળાએ. જ્યારે એનડીએની સરકાર હતી ત્યારે (૨૦૦૦ની સાલમાં) અજિત ડોભાલ જ મસૂદ અઝહરને છોડવા કંધહાર ગયા હતા.’

આ પણ વાંચો : કોણ બનશે દિલ્હીનો વારસદાર? નક્કી કરશે દેશનાં આ છ રાજ્યો

જોકે આ સમયે જે ઉગ્રતાથી રાહુલ ગાંધી બોલી રહ્યા હતા ત્યાં જ તેમણે મસૂદ અઝહરને માનવાચક ‘મસૂદ અઝહરજી’ કહીને તેમના નામનો ઉલ્લેખ કરતાં સોશ્યલ મીડિયામાં ભારે ટીખળ ફેલાઈ હતી.

rahul gandhi jaish-e-mohammad national news congress