કમલનાથના ‘આઈટમ’ વાળા નિવેદનનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ

20 October, 2020 04:43 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કમલનાથના ‘આઈટમ’ વાળા નિવેદનનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ

કમલનાથ, રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) હાલમાં તેમના મત વિસ્તાર વાયનાડની મુલાકાતે છે. આ દરમિયાન રાહુલ ગાંધી મીડિયા સાથે વાત કરતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamal Nath)ના નિવેદન પર અસંમતિ દર્શાવી હતી. કમલનાથના આઇટમવાળા નિવેદન રાહુલ ગાંધીએ મંગળવારે તેમની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘કોઈ પણ વ્યક્તિ મહિલાઓ સાથે અણછાજતું વર્તન કરી શકે નહીં’.

કમલનાથે મધ્યપ્રદેશના શિવરાજ કેબિનેટના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' તરીકે સંબોધિત કર્યા હતાં. રવિવારે ડબરામાં એક ચૂંટણીસભા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાબતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘મને અંગત રીતે આ પ્રકારની ભાષા પસંદ નથી. હું તેનું સમર્થન કરતો નથી. આપણે જે રીતે મહિલાઓ સાથે વર્તન કરીએ છીએ તેને સુધારવાની જરૂર છે. આપણી મહિલાઓ આપણું ગૌરવ છે. હું આવી ભાષાની પ્રશંસા કરતો નથી’.

રાહુલ ગાંધીનું નિવેદન આવ્યા પછી કમલનાથે કહ્યું કે, ‘આ રાહુલ ગાંધીના વિચાર છે. મેં પહેલાં પણ સ્પષ્ટ કર્યું છે કે મેં નિવેદન કયા સંદર્ભમાં આપ્યું હતું. હવે હું માફી કેમ માગું, જ્યારે મારો કોઈનું અપમાન કરવાનો ઈરાદો જ ન હતો. જો કોઈને લાગી રહ્યું છે કે મેં અપમાન કર્યું છે તો એના માટે હું પહેલાં જ ખેદ વ્યક્ત કરી ચૂક્યો છું’.

national news indian politics congress bharatiya janata party rahul gandhi Kamal Nath