કૉંગ્રેસ સહિત 14 વિપક્ષી દળ સાથે રાહુલ ગાંધીએ કરી `બ્રેકફાસ્ટ મીટિંગ`, જાણો વધુ

03 August, 2021 12:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની બ્રેકફાસ્ટ મીટિંગમાં 14 વિપક્ષી દળોના નેતા સામેલ થયા છે, જ્યારે આમ આદમી પાર્ટી અને બસપાએ આથી અંતર જાળવ્યું છે.

રાહુલ ગાંધી (તસવીર સૌજન્ય મિડ-ડે)

સંસદના મૉનસૂન સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ગતિરોધ જળવાયેલો છે. આ દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીમાં વિપક્ષી એકતાને મક્કમ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ મંગળવારે વિપક્ષી પાર્ટીઓને નાશ્તા માટે બોલાવ્યા હતા અને તેમની `બ્રેકફાસ્ટ પૉલિટિક્સ`માં 14 વિપક્ષી દળના નેતાઓ સામેલ થયા.

બેઠકમાં સામેલ થયા આ પાર્ટીના નેતા
દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ના આમંત્રણ પર કૉંગ્રેસ (Congress)સિવાય તૃણમૂલ કૉંગ્રેસ (TMC), રાષ્ટ્રીય જનતા દળ(RJD), શિવસેના (Shiv Sena), સમાજવાદી પાર્ટી (SP), રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP), ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (CPI), સીપીએમ આઇયૂએમએલ, આરએસપી, કેસીએમ નેશનલ કૉન્ફ્રેન્સ, ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) અને ડીએમકેના નેતા બેઠકમાં સામેલ થયા.

આ બે પાર્ટીએ જાળવી રાખ્યું રાહુલની બેઠકથી અંતર
રાહુલ ગાંધી (Rahul Gandhi)ની `બ્રેકફાસ્ટ મીટિંગ`માં કૉંગ્રેસ સહિત 14 પાર્ટીઓના નેતા સામેલ થયા, પણ આ બેઠકથી માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટી અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)અંતર સેવ્યું. રાહુલ ગાંધીની બેઠકમાં આપ અને બસપાના નેતા સામેલ થયા નહીં.

રાહુલ ગાંધીની `બ્રેકફાસ્ટ મીટિંગ`નો મેન્યૂ
રાહુલ ગાંધી (Rahul Gandhi)ની `બ્રેકફાસ્ટ મીટિંગ`માં નૉર્થથી લઈને સાઉથ સુધીનું કૉમ્બિનેશન જોવા મળ્યું. બેઠકમાં ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના નેતા સામેલ થયા અને આ દરમિયાન આ પ્રકારના નાશ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્રેકફાસ્ટના મેન્યૂમાં છોલે-ભટૂરે, ઉપમા, ઇડલી, સેન્ડવિચ, વડા-સાંભાર સામેલ કરવામાં આવ્યા હતા.

national news rahul gandhi trinamool congress congress nationalist congress party