Rahul Gandhi Defamation case: મોદી સરનેમ મામલે SCની ગુજરાત સરકારને નૉટિસ

21 July, 2023 03:45 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Rahul Gandhi Defamation case: રાહુલ ગાંધી સાથે જોડાયેલા અપરાધિક માનહાનિ મામલે સુપ્રીમ કૉર્ટે પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નૉટિસ જાહેર કરી છે.

સુપ્રીમ કૉર્ટ (ફાઈલ તસવીર)

Rahul Gandhi Defamation Case: રાહુલ ગાંધી સાથે જોડાયેલા અપરાધિક માનહાનિ મામલે સુપ્રીમ કૉર્ટે પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નૉટિસ જાહેર કરી છે. આગામી સુનાવણી 4 ઑગસ્ટના રોજ થશે.

શુક્રવારે (21 જુલાઈ)ના રોજ જ્યારે કૉર્ટમાં સુનાવણી શરૂ થઈ તો પીઠના અધ્યક્ષ જસ્ટિસ બી આર ગવઈએ કેસને લઈને પોતાની વ્યક્તિગત સમસ્યા જણાવતા બન્ને પક્ષો સાથે સુનાવણી માટે સલાહ માગી. જસ્ટિસ ગવઈએ કહ્યું, મારા પિતા કૉંગ્રેસની નિકટ હતા. ભાઈ હજી પણ કૉંગ્રેસના સભ્ય છે. તમે લોકો નક્કી કરો કે હું સુનાવણી કરું કે નહીં?

બન્ને પક્ષોએ સુનાવણી પર વ્યક્ત કરી સંમતિ
જસ્ટિસ ગવઈના એમ કહેવા પર પૂર્ણેશ મોદી તરફથી હાજર થયેલા વકીલ મહેશ જેઠમલાનીએ કહ્યું કે, અમને કોઈ વાંધો નથી. ત્યાર બાદ રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંધવીએ પણ કહ્યું, અમે પણ આમના નિવેદનથી સંમત છીએ. બન્ને પક્ષોના સંમત થયા બાદ જસ્ટિસ ગવઈએ સુનાવણી શરૂ કરી અને કહ્યું કે અમે અરજીકર્તા પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને ઔપચારિક નોટિસ જાહેર કરી રહ્યા છીએ.

સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીના વકીલે જવાબ દાખલ કરવાની પરવાનગી માગી જેને પીઠે સ્વીકારી લીધી. જેઠમલાનીએ કૉર્ટને જણાવ્યું કે 10 દિવસોમાં જવાબ દાખલ કરશે. જસ્ટિસ ગવઈએ 4 ઑગસ્ટના સુનાવણી માટે આગામી તારીખ નક્કી કરી છે.

શું છે આખો મામલો?
રાહુલ ગાંધીએ વર્ષ 2019માં કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, "બધા ચોરોંની સરનેમ મોદી જ કેમ હોય છે?" રાહુલ ગાંધીની આ ટિપ્પણી વિરુદ્ધ બીજેપી નેતા અને ગુજરાત સરકારમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 23 માર્ચ, 2023ના સૂરતની એક કૉર્ટે રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા બે વર્ષની સજા સંભળાવી હતી.

સજા વિરુદ્ધ રાહુલ ગાંધીએ ગુજરાત હાઈ કૉર્ટમાં અરજી કરી હતી પણ ત્યાંથી તેમને રાહત ન મળી અને તેમણે 7 જુલાઈના રોજ હાઈકૉર્ટે અરજી ફગાવી દીધી, જેની વિરુદ્ધ રાહુલ ગાંધીએ સુપ્રીમ કૉર્ટમાં અપીલ કરી છે.

રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું કે જો હાઈકૉર્ટના નિર્ણય પર સ્ટે મૂકવામાં નહીં આવ્યો તો આ લોકતાંત્રિક સંસ્થાનોને યોગ્ય રીતે, વારં-વાર નબળું પાડશે અને તેના પરિણામસ્વરૂપ લોકતંત્રનું ગળું ઘોંટાશે, જો ભારત રાજનૈતિક માહોલ અને ભવિષ્ય માટે ગંભીર રીતે હાનિકારક થશે. તેમની અરજીમાં કહેવામાં આવ્યું, અત્યંત સન્માનપૂર્વક આ દલીલ આપવામાં આવી છે કે જો વિવાદિત નિર્ણય પર સ્ટે નહીં મૂકવામાં આવ્યો, તો આને સ્વતંત્ર ભાષણ, સ્વતંત્ર ભાષણ, સ્વતંત્ર અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર નિવેદનનું ગળું ઘોંટાઈ જશે.

rahul gandhi gujarat news supreme court gujarat high court congress national news