02 August, 2025 07:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ટ્રમ્પના ડેડ ઇકૉનૉમીવાળા નિવેદનની ભારતમાં ચોમેર ટીકા કરવામાં આવી હતી, પણ લોકસભામાં વિપક્ષના નેતા અને કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ ટ્રમ્પના નિવેદનને વધાવ્યું હતું. રાહુલે કહ્યું હતું કે ‘મોદી અને નિર્મલા સીતારમણ સિવાય બધાને આ વાતની ખબર છે કે ભારતની અર્થવ્યવસ્થા મૃત બની ગઈ છે. મને આનંદ છે કે અમેરિકાના પ્રેસિડન્ટે એકદમ સાચી, તથ્યગત વાત કહી. આખી દુનિયાને ખબર છે કે BJPએ અદાણીને મદદ કરવા માટે ભારતીય અર્થવ્યવસ્થાનો અંત કર્યો છે.’