રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, આપ્યો નવો શબ્દ 'Modilie'

16 May, 2019 12:37 PM IST  |  દિલ્હી

રાહુલ ગાંધીના પીએમ મોદી પર પ્રહાર, આપ્યો નવો શબ્દ 'Modilie'

File Photo

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અંગ્રેજી ડિક્ષનરીમાં Modilie નામનો નવો શબ્દ જોડાયો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે,'અંગ્રેજી ડિક્શનરીમાં નવો શબ્દ સામેલ થયો છે. આ અંગેને સ્નેપશોટ પણ શૅર કરી રહ્યો છું.' રાહુલ ગાંધીએ જે મોદી લાઈ નામના શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તેના સ્નેપશોમાં ઘણા અરત જણાવવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટમાં લખવામાં આવ્યું છે કે આ શબ્દનો અર્થ થાય છે 'સતત અને આદતવશ ખોટું બોલવું', અટક્યા વગર ખોટું બોલવું. રાહુલ ગાંધીએ એક વેબસાઈટની લિંક શૅર કરીને લખ્યું મોદીલાઈ એક નવો શબ્દ છે, જે આખા વર્લ્ડમાં ફેમસ થયો છે. હવે એક વેબસાઈટ પણ છે, જેના પર સૌથી સારા મોદીલાઈનું લિસ્ટ પણ છે.

લોકસભાની ચૂંટણી માટે છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે રાહુલ ગાંધી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી બિહારમાં શત્રુઘ્ન સિંહા અને લાલુ પ્રસાદ યાદવના પુત્રી મીસા ભારતી માટે પ્રચાર કરી રહ્યા છે. આ રોડ શો દરમિયાન પણ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર જ નિશાન સાધે તેવી શક્યતા છે.

 ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી નોટબંધી, જીએસટી જેવા મુદ્દે સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ બુધવારે એક રેલીમાં કહ્યું હતું,'વડાપ્રધાન મોદી મનમોહનસિંહનો મજાક ઉડાવતા હતા, પરંતુ પાંચ વર્ષ બાદ હવે દેશ પીએમ મોદીની મજાક ઉડાવી રહ્યો છે.'

rahul gandhi narendra modi congress Election 2019