આ પોલીસ-સ્ટેશનમાં અમિત શાહનો ફોટો કેમ છે?

24 August, 2026 11:03 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ-‌અધિકારીઓને પૂછ્યું.. આ પોલીસ-સ્ટેશનમાં અમિત શાહનો ફોટો કેમ છે? આવો સવાલ પૂછવા માટે રાહુલ ગાંધી થયા જબરદસ્ત ટ્રોલ, શું તેમને એ પણ ખબર નથી કે દિલ્હીનો પોલીસ-વિભાગ ગૃહમંત્રાયલ હેઠળ આવે છે?

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના એક પોલીસ-સ્ટેશનમાં ગૃહપ્રધાન અમિત શાહના ફોટો સામે વાંધો ઉઠાવ્યો હતો અને એક પોલીસ-અધિકારીને પૂછ્યું હતું કે ‘શું તેઓ તમારા ઇન્ચાર્જ છે?
શું તેઓ વિભાગ ચલાવે છે? તેમનો ફોટો અહીં કેમ છે?’ રાહુલ ગાંધીના આ સવાલો તેમના અજ્ઞાનને દર્શાવે છે. કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા શ્રીનેતેએ પણ આ વિડિયો શૅર કર્યો હતો જેના પર યુઝર્સની જાત-જાતની કમેન્ટ્સ આવી હતી. સોશ્યલ મીડિયામાં રાહુલ ગાંધી ભારે ટ્રોલ થયા છે. એક યુઝરે લખ્યું હતું કે ‘કોઈ તેમને કહે કે દિલ્હી પોલીસ ગૃહમંત્રાલય હેઠળ આવે છે. રાહુલ ગાંધીને ખબર પણ નથી કે ગૃહપ્રધાન અમિત શાહ છે.’ બીજા એક યુઝરે લખ્યું હતું કે ‘દિલ્હી પોલીસ બીજું કોણ ચલાવે છે?’

national news india congress rahul gandhi delhi police amit shah