દુબઈઃ આ ત્રણ બાબતોને રાહુલ ગાંધીએ ગણાવી દેશની મોટી સમસ્યા

12 January, 2019 11:53 AM IST  | 

દુબઈઃ આ ત્રણ બાબતોને રાહુલ ગાંધીએ ગણાવી દેશની મોટી સમસ્યા

રાહુલ ગાંધી

દુબઈમાં મૂળ ભારતીય લોકોને સંબોધિત કરતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમયે ભારત 3 મોટી સમસ્યાઓ સામે લડી રહ્યો છે. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું લાખો યુવાનોને રોજગારની સમસ્યા છે. તેનું કારણ નોટબંધી અને જીએસટી છે. ભારતમાં નોટબંધી કરવાથી લાખો લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. ત્યાર પછી જીએસટી લાગુ પાડવામાં આવ્યો જેમાં ઘણાં લોકો બરબાદ થઈ ગયા. અમે રોજગારીને ફ્રંટ ફૂટ પર રાખવા માગીએ છીએ. ચીને પ્રોડક્શન વધારીને બેરોજગારીની સમસ્યાથી છૂટકારો મેળવી લીધો.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારતની બીજી અને સૌથી મોટી સમસ્યા છે કે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે. ખેડૂત સંઘર્ષ કરી રહ્યા છે, પણ તેને પોતાનું ભવિષ્ય નથી દેખાતું. અમને વધુ એક હરિત ક્રાંતિની જરૂર છે. ભારતીય જનસમુદાયને સંબોધિત કરતાં કહ્યું કે તમને ખબર જ હશે કે ખેડૂતો કેટલી સમસ્યાઓથી ઝઝૂમા રહ્યો છે. જો ભારતનો ખેડૂત સફળ થશે તો ભારત પણ સફળ થશે.

ત્રીજી સમસ્યા રાહુલ ગાંધીએ જણાવી કે દેશમાં અસહિષ્ણુતાનો માહોલ છે. શુ તમે એવા ભારતની કલ્પના કરી શકો છો કે જ્યાં એવી માન્યતા હોય કે માત્ર એક જ વિચાર યોગ્ય છે બાકી બધુ ખોટું. આજની તારીખમાં ભારત આખું જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલું છે તે અહીંનો પ્રત્યેક NRI જાણે જ છે. ધર્મ અને જાતિમાં, અમીર અને ગરીબમાં લોકોના ભાગલા કરવામાં આવે છે. શું ક્યારેય અંદર-અંદર લડતી ટીમની જીત થઈ છે? કેટલાક લોકો ભારતને કોંગ્રેસમુક્ત બનાવવા માગે છે પણ અમે ક્યારેય ભારતને ભાજપામુક્ત કરવાની વાત નથી કરતાં. રાહુલે કહ્યું કે ભારતમાં એકતા લાવવાની જરૂર છે. ભારતનું પ્રત્યેક રાજ્ય જ્યાં સુધી મજબૂત નહીં થાય ત્યાં સુધી ભારત મજબૂત નહીં થઈ શકે.

આ પણ વાંચો : માયાવતી-અખિલેશ આજે કરશે મહત્ત્વની જાહેરાત

 રાહુલે કહ્યું કે અમે સૅમ પિત્રોડાને કહ્યું છે કે યૂએઈ, અબુધાબી, અમેરિકા એટલે કે જ્યાં હાલ NRI રહે છે, તેમની સાથે વાત કરીને જાણો કે તેમને શું જોઈએ છે. અમે એમારા મેનિફેસ્ટોમાં તેને સામેલ કરીશું. 2019ના કોંગ્રેસના મેનિફેસ્ટોમાં નવા ભારતની ઝલક હશે. તમારો સાદ તેમાં સાંભળવામાં આવશે.

rahul gandhi congress dubai Lok Sabha