રાફેલ મામલોઃ SCનો સરકારને 4 મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ

30 April, 2019 03:15 PM IST  |  નવી દિલ્હી

રાફેલ મામલોઃ SCનો સરકારને 4 મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવા આદેશ

રાફેલ મામલે સુપ્રીમમાં થઈ સુનાવણી

સુપ્રીમ કોર્ટે રાફેલની રિવ્યૂ પિટિશન મામલે સરકાર પાસે એફિડેવિટ માંગ્યું છે. અટોર્ની જનરલ કે કે વેણુગોપાલે એફિડેવિટ ફાઈલ કરવા માટે ચાર અઠવાડિયોનો સમય માંગ્યો. જો કે સુપ્રીમ કોર્ટે ચાર મે સુધીનો સમય આપ્યો છે.


સુપ્રીમ કોર્ટેમાં આ મામલે હવે છ મેના રોજ સુનાવણી  થશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેચની સામે આ સુનાવણી થઈ. સરકારે અરજીકર્તાઓ તરફથી લગાવવામાં આવેલા કોર્ટને ગુમરાહ કરવાના આરોપોનો જવાબ આપવાનો છે. આ મામલે સોમવારે આગામી સુનાવણી થશે.

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં છે રાફેલ નામે ગામ, હવે ગામવાળાઓ આ નામથી પરેશાન

આ પહેલા સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર પોતાના આદેશ પર બીજી વાર વિચાર કરવા સંબંધી અરજીને 10 એપ્રિલે મંજૂરી આપી હતી, જે મીડિયામાં લીક થયેલા દસ્તાવેજોના આધાર પર કરવામાં આવી હતી. જો કે સરકારે કોર્ટને દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરતા આ વાંધા અરજીઓને ફગાવવાની માંગ કરી હતી.

supreme court