પુતિનની પાર્ટી આરોપો છતાં રશિયાની ચૂંટણીમાં જીતી

22 September, 2021 11:48 AM IST  |  New Delhi | Agency

પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ વિવાદો વચ્ચે પણ વિજય મેળવ્યો છે.

પુતિનની પાર્ટી આરોપો છતાં રશિયાની ચૂંટણીમાં જીતી

રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ટીકાકારોને ચૂંટણીમાં ભાગ ન લેવા દેવાયો અને ચૂંટણી દરમિયાન ગોટાળાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ચૂંટણી પંચ પ્રમાણે બીજા નંબર પર રહેલી કમ્યુનિસ્ટ પાર્ટીને ૧૯ ટકા મત મળ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટીના મત આઠ ટકા વધ્યા છે. જોકે પુતિનની યુનાઇટેડ રશિયા પાર્ટીએ વિવાદો વચ્ચે પણ વિજય મેળવ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે દેશની ૪૫૦ બેઠકોવાળી સંસદમાં પુતિનના પક્ષને બે તૃતિયાંશ કરતાં વધુ બહુમતી મળશે. આમ તો રાષ્ટ્રપતિ પુતિનના સત્તા પર આવ્યા બાદ રશિયામાં ચૂંટણીઓ દેખાડા પૂરતી જ રહી ગઈ છે, કારણ કે દેશનાં રાજકીય સમીકરણો પર એની કોઈ અસર નથી પડતી. રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યો છે. જોકે પાછલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો થયો છે. ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આરોપ થયા, પરંતુ રશિયાના ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા.
સંસદીય ચૂંટણીમાં મોટા ભાગના મતોની ગણતરી થઈ ચૂકી છે, પુતિનની પાર્ટીને લગભગ ૫૦ ટકા મત મળ્યા છે. વર્ષ ૨૦૧૬માં પુતિનની પાર્ટીને ૫૪ ટકા મત મળ્યા હતા. ભ્રષ્ટાચારના આરોપો અને રશિયાના જીવનસ્તરને લઈને પુતિનની પાર્ટીનું સમર્થન ઘટ્યું છે, પરંતુ રશિયાના ઘણા બધા લોકોમાં પુતિન હજી પણ લોકપ્રિય નેતા છે.

national news vladimir putin international news new delhi