પંજાબ CMનો ઇમરાન ખાનને જવાબ- મસૂદને ના પકડી શકો તો અમને જણાવો

19 February, 2019 05:35 PM IST  |  નવી દિલ્હી

પંજાબ CMનો ઇમરાન ખાનને જવાબ- મસૂદને ના પકડી શકો તો અમને જણાવો

ફીઇલ ફોટો

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પુલવામામાં આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પર જબરદસ્ત હુમલો કર્યો અને તેમના નિવેદન પર પલટવાર કર્યો છે. કેપ્ટને કહ્યું કે ઇમરાન ખાન પુલવામા હુમલાના દોષિતોને પકડવાની વાત કરે છે. ઇમરાન ખાનની પાસે જ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મસૂદ અઝહર બેઠો છે અને તેઓ તેને પકડે.

પંજાબ સીએમએ કહ્યું- મસૂદ અઝહરને પકડો

ઇમરાન ખાનના ઇસ્લામાબાદમાં નિવેદન પછી ચંદીગઢમાં તેના પર તીવ્ર પ્રતિક્રિયા આપી. કેપ્ટન અમરિંદર સિંહે ઇમરાન ખાનને સંબોધન કરતા ટ્વિટ કર્યું. ટ્વિટમાં કેપ્ટને ઇમરાન ખાનને ટેગ કરીને લખ્યું છે, "તમારી પાસે બહાવલપુરમાં જૈશનો પ્રમુખ મસૂદ અઝહર બેઠો છે અને આઇએસઆઇની મદદદથી ભારતમાં આતંકી હુમલાઓને અંજામ આપી રહ્યો છે. જાઓ તેને ત્યાંથી ઉઠાવો. જો તમે અમને આ વિશે ન જણાવી શકો અને તેના પર હાથ ન નાખી શકો તો અમે આ કામ અમે તમારા માટે કરી દઇશું."

કેપ્ટને કહ્યું કે ઇમરાન ખાન તમે પુલવામા હુમલાના પુરાવાની વાત કરો છો, પરંતુ આ બધા વચ્ચે મુંબઈના 26/11 હુમલાના પુરાવાઓ વિશે પાકિસ્તાને શું કર્યું, આજે તેના પર પણ ચર્ચા કરવાનો સમય આવી ગયો છે. કેપ્ટને કહ્યું કે જૈશ અને મસૂદ અઝહરને આઇએસઆઇ ચલાવે છે અને આઇએસઆઇને પાકિસ્તાની સેનાના ચીફ કમર અહમદ બાજવા ચલાવે છે. તેની સાથે જ ઇમરાન ખાનને જનરલ બાજવાએ પાકિસ્તાનના પીએમ બનાવ્યા છે. ત્યારે ઇમરાનની વાતો અને આતંકીઓ સાથે પાકિસ્તાની સરકારના સંબંધોને સરળતાથી સમજી શકાય છે.

આ પણ વાંચો: પુલવામા મામલે પુરાવા આપો, કાર્યવાહીની જવાબદારી મારીઃઈમરાન ખાન

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ભારત પુરાવા આપે કે અમે તેમાં સામેલ લોકોને પકડીશું. આ પહેલા કેપ્ટને પાકિસ્તાન વિરુદ્ધ કડક તેવર દર્શાવ્યા હતા. કેપ્ટને કહ્યું હતું કે પાકિસ્તાન વિરુદ્ધ કોઇપણ સંજોગોમાં કડક કાર્યવાહીઓ કરવી જોઇએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ સૈનિક, કૂટનૈતિક તેમજ આર્થિક કાર્યવાહી એકસાથે કરવામાં આવે. તેણે અમારા 42 જવાનો માર્યા તો બદલામાં અમે તેમના 82 જવાનોને મોતને ઘાટ ઉતાર્યા.

punjab imran khan pakistan terror attack