02 August, 2025 07:25 AM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પૂણે રમખાણ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રના પુણેના દૌંડ તાલુકાના યાવત વિસ્તારમાં કોમી હિંસા ફાટી નીકળી છે. એક વૉટ્સઍપ ગ્રુપ પર વાંધાજનક મેસેજ શૅર થયા બાદ આ રમખાણો ફાટી નીકળ્યા હતા. પોસ્ટથી ગુસ્સે થઈને એક સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ઘણા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને બીજા સમુદાયના સ્થાપનો પર પથ્થરમારા પણ થયા હતા. પુણે ગ્રામીણ એસપી સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. સંદીપ સિંહ ગિલે પોતે ઘટનાસ્થળે પહોંચીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે અફવા ફેલાવનારાઓને પણ ચેતવણી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને નુકસાન પહોંચાડવાથી ગુસ્સે થયેલા લોકોએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન નજીકની એક મસ્જિદ પર પણ હુમલો થયો હતો. એસપી સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે, `ગુસ્સે ભરાયેલા ટોળાએ એક સમુદાયની મિલકતો અને ઘરો પર હુમલો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ તેના ઘર પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં, પોલીસે સૈયદની અટકાયત કરી છે, પરંતુ અત્યાર સુધી પરિસ્થિતિ તંગ છે.
આ મામલો 25 જુલાઈથી શરૂ થયો હતો. ત્યારબાદ એક વ્યક્તિએ એક વોટ્સએપ ગ્રુપ પર વાંધાજનક મેસેજ પોસ્ટ કર્યો હતો. આ પછી, 26 જુલાઈના રોજ, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ વધ્યો હતો અને આરોપી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વ્યક્તિનું નામ સૈયદ જણાવવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપી સૈયદ યવતના સહકાર નગર વિસ્તારનો રહેવાસી છે. તેના પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ છે. ગુસ્સે ભરાયેલા લોકોએ તેના ઘર પર પથ્થરમારો કર્યો હતો. હાલમાં, પોલીસે સૈયદની અટકાયત કરી છે, પરંતુ અત્યાર સુધી પરિસ્થિતિ તંગ છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને નુકસાન પહોંચાડવાથી ગુસ્સે થયેલા લોકોએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન નજીકની એક મસ્જિદ પર પણ હુમલો થયો હતો. એસપી સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે, `ગુસ્સે ભરાયેલા ટોળાએ એક સમુદાયની મિલકતો અને ઘરો પર હુમલો કર્યો હતો. પથ્થરમારો થયો હતો અને એક મોટરસાઇકલને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. લોકોને કાબૂમાં લેવા માટે અમે ટીયર ગેસના શેલ છોડ્યા છે. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અપલોડ કરનાર વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.`