જો 300 આતંકવાદી મર્યા તો દુનિયાને દેખાયા કેમ નહીં: સૅમ પિત્રોડા

22 March, 2019 12:26 PM IST  | 

જો 300 આતંકવાદી મર્યા તો દુનિયાને દેખાયા કેમ નહીં: સૅમ પિત્રોડા

સૅમ પિત્રોડા

પુલવામાં હુમલા બાદ ભારત તરફથી કરાયેલી એર સ્ટ્રાઈકને લઈને કૉંગ્રેસના નેતા સતત સવાલ કરી રહ્યા છે. કૉંગ્રેસના કેટલાક મોટા નેતા સરકારથી પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવા માંગી રહી છે. આ ઘટનામાં કૉંગ્રેસના એક નેતા સામેલ થઈ ગયા છે. ભારતીય ઓવરસીઝ કૉંગ્રેસના પ્રમુખ સૅમ પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર સવાલ પૂછતા કહ્યું કે જો હુમલામાં 300 આતંકવાદી માર્યા ગયા તો આ પૂરી દુનિયાને કેમ નહીં દેખાયા. 

પિત્રોડાએ કહ્યું કે હું થોડો વધારે જાણવા માંગુ છું કારણ કે મેં ન્યૂયોર્ક ટાઇમ્સ અને અન્ય ન્યૂઝ પેપરમાં અહેવાલ વાંચ્યો હતો. શું આપણે ખરેખર હુમલો કર્યો? શું આપણે ખરેખર 300 લોકો માર્યા? મને ખબર નથી. એક નાગરિક હોવાને કારણે મને એ જાણવાનો હક છે અને જો હું પૂછું છું કે આ મારૂં કર્તવ્ય છે. તેનો અર્થ એ નથી કે હું રાષ્ટ્રવાદી નથી, તેનો અર્થ એ નથી કે હું આ બાજુ અથવા પેલી તરફ છું. ભારતના લોકોને આ જાણવાની જરૂર છે અને પછી ગ્લોબલ મીડિયા છે જે કહે છે કે કોઈનું મૃત્યુ થયું નથી. મને ભારતીય નાગરિક તરીકે ખરાબ લાગે છે.

આ પણ વાંચો : રામગોપાલ યાદવનું વિવાદિત નિવેદન, કહ્યું 'વોટ માટે જવાનોની થઈ હત્યા'

પિત્રોડાએ પાકિસ્તાન સાથે સંવાદની માંગ કરી. તેમણે કહ્યું કે હું ગાંધીવાદી છું, હું પ્રેમ અને આદરમાં વિશ્વાસ કરું છું. હું અંગત વાતચીતમાં વિશ્વાસ કરું છું. મને લાગે છે કે આપણે દરેક સાથે વાતચીત કરવી જોઈએ. અમે આખી દુનિયા સાથે વાત કરી રહ્યા છીએ.

national news pulwama district terror attack congress