પુલવામા હુમલોઃ રાહુલે કહ્યું અમે સરકાર અને સેનાની સાથે

15 February, 2019 03:05 PM IST  |  દિલ્હી

પુલવામા હુમલોઃ રાહુલે કહ્યું અમે સરકાર અને સેનાની સાથે

રાહુલ ગાંધીએ કહ્યું, અમે સરકારની સાથે

કોંગ્રેસ અધ્યક્ષે પુલવામાં પર થયેલા હુમલાને મોટો હુમલો ગણાવ્યો અને કહ્યું કે, આતંકીઓનો હેતુ દેશનું વિભાજન કરવાનો છે. અમે દરેક શહીદના પરિવારો સાથે ઉભા છે, દેશને કોઈ શક્તિ તોડી નહી શકે. આ હુમલો દેશની આત્મા પર થયેલો હુમલો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકોએ આ કર્યું છે, તેમને એમ ન લાગવું જોઈએ કે આ દેશને તેવો જરા પણ નુકસાન કરી શકે છે.

આ મામલે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું કે અમે લોકો સરકાર અને સેનાની સાથે છે. પૂર્વ વડાપ્રધાને એમ પણ કહ્યું કે આજે દેશ માટે ખૂબ જ દુઃખનો દિવસ છે. આપણે આતંકીઓ સાથે ક્યારેય સમજૂતી ન કરવી જોઈએ તેની સાથે પુરી તાકાતથી લડવું જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા દેશનો પાયો પ્રેમ પર રખાયો છે, કોઈ પણ તાકાત અને કોઈ પણ પ્રકારના નફરત કે હિંસા આ દેશને નુકસાન નહીં પહોંચાડી શકે.

આ પણ વાંચોઃ સેનાને આપવામાં આવી છે પુરી છૂટઃ PM મોદી

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આજે દેશ માટે દુઃખનો દિવસ છે. આપણા દેશએ 40 જવાનો ગુમાવ્યા છે. આપણી સૌથી પહેલી ફરજ એ પરિવારો અને એ શહીદો સાથે ઉભા રહેવાની છે. આપણે ક્યારેય પણ આતંકીઓની આ હરકતો સાથે સમજૂતી નહીં કરીએ. અમારું કામ સરકારનો વિરોધ કરવાનું નહીં, પરંતુ તેમની સાથે ઉભા રહેવાનું છે. સૈનિકોના પરિવાર સાથે ઉભા રહેવાનું છે. અમે એ જ કરીશું અને આતંકવાદના વિરોધમાં એકસાથે ઉભા રહીશું

rahul gandhi narendra modi jammu and kashmir terror attack