PM મોદીનો ગુવાહાટીમાં કાળા વાવટા બતાવી વિરોધ

09 February, 2019 02:11 PM IST  | 

PM મોદીનો ગુવાહાટીમાં કાળા વાવટા બતાવી વિરોધ

વડાપ્રધાન મોદીનો ગુવાહાટીમાં કાળા વાવટા બતાવી વિરોધ

PM મોદીનો શુક્રવારે સાંજે ગુવાહાટીમાં વિરોધ થયો. સિટિશનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને વડાપ્રધાનનો વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધમાં સિવિલ સોસાયટી ગ્રુપની સાથે ઑલ અસમ સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રદર્શનકારીઓ પણ સામેલ હતા. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને અરૂઆચલ પ્રદેશ, અસમ અને ત્રિપુરામાં ભાજપની સામે પ્રદર્શન થઈ રહ્યા છે.

વડાપ્રધાન મોદીનો કાફલો જ્યારે ગુવાહાટી એરપોર્ટથી રાજભવન જઈ રહ્યો હતો ત્યારે પ્રદર્શનકારીઓએ કાળા ઝંડા બતાવ્યા અને નરેન્દ્ર મોદી ગો બેકના સૂત્રોચ્ચાર પણ કર્યા. પૂર્વોત્તરમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલને લઈને આંદોલન થઈ રહ્યું છે. જે અંતર્ગત આ વિરોધ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ અમે જે પ્રોજેક્ટ શરૂ કરીએ છીએ, એનું ઉદ્ધાટન પણ કરીએ છીએ: મોદી

શું છે સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ?
સરકાર સિટિઝનિપ અમેન્ડમેન્ટ બિલ લાવી રહી છે જેના કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનના ગેરકાયદે શરણાર્થીઓને ત્રિપુરામાં રહેવાની છૂટ મળશે અને સાથે દેશની નાગરિકતા જ મળશે. જો કે ભારતની નાગરિકતા માત્ર મુસ્લિમ ન હોય તેવા જ લોકોને મળશે.

narendra modi